વડનગર ખાતે ખેતરમાં સંતાડી રાખેલા ચોરીના એકટીવા સાથે શખ્સને ઝડપી પાડતી મહેસાણા એલસીબી 

February 7, 2024

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં એકટીવા ચોરીની ફરિયાદ નોંધાઇ હતી 

મહેસાણા એલસીબીની ટીમ વડનગર ખાતે ખેતરમાં પહોંચી ચોરીનું એકટીવા કબજે કર્યુ  

ગરવી તાકાત, મહેસાણા તા. 07  (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડનગરમાંથી ચોરી થયેલા એકટીવાને વડનગર કંબોઇનગર ખાતે ખેતરમાંથી કબજે કરી એકટીવાની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી વણઉકલ્યાં ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમ સફળ રહી હતી. ચોરી કરનાર ઇસમને ઝડપી પાડી વડનગર પોલીસને સોપ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ આચરતાં તેમજ પ્રોહિબીશન, ચોરીની ઘટનામાં સંડોવાયેલા તેમજ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસઆઇ એમ.પી.ચૌધરી, એહેકો. અરવિંદભાઇ, અપોકો. વજરાજસિંહ, અક્ષયસિંહ, રાજેન્દ્રસિંહ, સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવીને વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા.

આ દરમિયાન અપોકો. અક્ષયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, ઠાકોર દેવાજી રત્નાજી રહે. કંઇપુર (કંબોઇપુરા) તા. વડનગરવાળાએ પોતાના ખેતરમાં ચોરી કરેલું એક હોન્ડા કંપનીનું એકટીવા સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાં ઠાકોર દેવાજી હાજર હોઇ તેની પાસે એકટીવાના કાગળો માંગતાં કોઇ સંતોષકારક જવાબ આપ્યોં ન હતો. તેમજ એકટીવા બાબતે તપાસ કરતાં આ એકટીવાની વડનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળતાં એલસીબીએ ઠાકોર દેવાજીને રપ હજારની કિંમતના એકટીવા સાથે ઝડપી પાડી વડનગર પોલીસને સોંપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0