ગાડીમાં નકલી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા 1 શખ્સને મહેસાણા LCBએ દબોચ્યો

February 21, 2022

ગરવી તાકાત મહેસાણા: રાજ્યભરમાં દારૂનો વેપાર વધી રહ્યો છે. બુટલેગરોને જાણે કે કાયદાનો ડરજ ના હોય તેમ બેફામ બની દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે પોલીસ તંત્રએ પણ આવા તત્વોને દબોચી લેવા કમરકસી છે. ગાડીને ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને મહેસાણા એલસીબીએ વિજાપુર પાસેથી ઝડપી લીધો છે. પોલીસે વિદેસી દારૂ સહિત ગાડી મળી કુલ રૂપિયા 3 લાખ 89 હજાર 20નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ખેરાલુથી એક સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરી એક શખ્સ વિસનગરની આઈટીઆઈ પાસેથી અમદાવાદ જવાનો હોવાની બાતમી મળતા મહેસાણા એલસીબીની ટીમને મળી હતી. જેથી એલસીબીએ વિસનગર ખાતે પહોંચી વોચ ગોઠવી હતી. જ્યાં ગાડી આવતા તેને કોર્ડન કરી ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. ગાડીમાં તપાસ દરમિયાન 83 હજાર 520નો વિદેશી દારૂ પોલીસે ગાડીમાંથી ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન ગાડીની નંબપ પ્લેટ અને આરસીબુક પણ નકલી હોવાનું સામે આવ્યું હતું. ગાડીના માલિકની ખરાઈ કરતા ગાડી વડોદરામાં રહેલી એક મહિલાના નામે હોવાનું સામે આવ્યું હતું. ટીમે આરોપી મોહનસિંહને ઝડપી પૂછપરછ કરી હતી.

આરોપીએ કબૂલાત કરી હતી કે, રાજસ્થાનના મારવાડી મહેન્દ્ર કુમારે સ્વીફ્ટ ગાડી આબુ રોડથી ડ્રાઇવરને આપી હતી. જ્યાં વિદેશી દારૂ અમદાવાદમાં કોઈ સ્થળે મોકલવાનો હોવાની વિગતો સામે આવી હતી. હાલમાં એલસીબીએ આરોપીને ઝડપી કુલ 3 લાખ 89 હજાર 20નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા મોહનસિંહ સીસોદીયા, મહેન્દ્રકુમાર મારવાડિ અને દારૂ ભરી આપનાર અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0