ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલોનો વેપાર કરતા શખસો પર વોચ રાખતી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળ રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે વિજાપુર તાલુકાના ગવાડા પામોલ ગામ નજીક આવેલા ખેતરની ઓરડીમાં ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરતા શખસને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

LCB પોલીસ ટીમ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી આ દરમિયાન અ.હેડ.કો. મહેન્દ્રકુમાર અને અ.પો.કો. મૌલિકકુમારને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી બાતમીના આધારે વિજાપુર તાલુકાના ગવાડા (પામોલ) ખાતે રહેતા ઠાકોર પરેશજી રજુજીના કહેવાતા આંટાવાળા ખેતરમાં આવેલા ઘરે પંચો સાથે રેઈડ કરવામાં આવી રેઈડ દરમિયાન.
![]()
આરોપીના ઘરની આગળ આવેલા પતરાના ઢાળીયામાંથી બે બોક્સ ભરેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી તપાસમાં આ બોક્સમાંથી કુલ 85 ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા જેની એક રીલની કિંમત 500 લેખે કુલ કિંમત 42,500 LCBએ મુદ્દામાલ સાથે આરોપીને સ્થળ પરથી પકડી પાડી તેના વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી અર્થે ગુનો નોંધાવ્યો.


