ગરવી તાકાત મહેસાણા : મહેસાણા LCBએ વિસનગરના કાંસા એનએે વિસ્તારમાં પ્રાઇમવીલા લબ્ધી બંગ્લોઝમાંથી આઇપીએલની મેચ ઉપર રમાતો ક્રિકેટ સટ્ટો ઝડપી પાડ્યો ક્રિકેટ સટ્ટાના આઇડી દ્વારા સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહેલા મહેસાણાના ત્રણ સહિત ચાર શખ્સોને પકડી,12 મોબાઇલ, લેપટોપ,ટેબ્લેટ સહિત રૂ.1.70 લાખના મુદ્દામાલ કબજે લીધો એલસીબીને મહેસાણાનો રોનક કૌશિકભાઇ મોદી વિસનગરના કાંસા NA વિસ્તારમાં પ્રાઇમવીલા લબ્ધી બંગ્લોઝમાં 24 નંબરનું મકાન ભાડે રાખી.

ક્રિકેટ સટ્ટાની બુક ચલાવતો હોવાની બાતમી મળી જેના આ ધારે પોલીસે બાતમી સ્થળે રેડ કરી ત્યારે આઇપીએલની ની ચાલી રહેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચેની 20-20 મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા રોનક કૌશિકભાઇ મોદી (શ્રીનાથજી રોયલ એ પાર્ટમેન્ટ, મહેસાણા), બિપીન ગોવિંદભાઇ પટેલ (તિરૂપતિ રોયલ બંગ્લોઝ, મહેસાણા), સંજય રમણભાઇ પટેલ (ગંજી, વિસનગર).

અને પ્રવિણજી ઉર્ફે પિયુષ જ્યંતિજી ઠાકોર (શિવગંગા-2, મહેસાણા)ને ઝડપી લીધા પોલીસે ઘટના સ્થળેથી રૂ.850 રોકડ,12 મોબાઇલ, લેપટોપ,2 ટેબ્લેટ,ચાર્જર,વાઇફાઇ રાઉટર,હેડફોન અને મોબાઇલના સ્ટેન્ડ મળી રૂ.1,70,750નો મુદ્દામાલ કબજે લીધો આ મામલે ઝડપાયેલા ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


