મહેસાણા એલસીબીની ટીમે મોડી રાત્રે એક વાહનનો પીછો કરી 17.55 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, ઝડપાયેલ ઈસમ વિદેશી દારૂનો જથ્થો રાજેસ્થાનની લાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ. આરોપી નશાનો વેપાર કરે તે પહેલા જ બાતમી આધારે પોલીસે તેને ઝડપી પાડી અન્ય 2 ઈસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – મહેસાણા નગરપાલીકાની સાધારણ સભામાં – વિવાદાસ્પદ સીટી બસ 8 રૂટ પર દોડશે !
મહેસાણા એલસીબીની ટીમ ગતરોજ નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, વિસનગરથી વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર માનવ આશ્રમ સર્કલ પાસેથી અમદાવાદ તરફ જનાર છે. આ બાતમી આધારે પોલીસની ટીમે માનવઆશ્રમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન વાહન ત્યાંથી પસાર થતાં તેને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આરોપીઓ પોતાનુ વાહન ભગાવી મુક્યુ હતુ, જેથી પોલીસે વાહનનો પીછો કરી રામપુરા ચોકડી તરફ દેલા વસાહત પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો – કડી : બજારમાં પાર્ક કરેલા વાહનને પોલીસ તંત્રએ કર્યુ લોક, વેપારીઓનો હોબાળો
પોલીસે આરોપીને દબોચી કારની તપાસ કરી તો ચોંકી ઉઠી હતી. જપ્ત કરાયેલ ઈનોવા કારમાથી દારૂની 36 પેટીઓ, છુટ્ટી બોટલો અને બિયરના ટીનના 58 નંગ મળી કુલ રૂપીયાનો 2,44,020 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઝડપાયેલ આરોપીની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, દારૂ સાથે ઝડપાયેલ આરોપી દેથળી ચાર રસ્તા, સિધ્ધપુરનો રહેવાશી ઠાકોર જગદીશ ઉર્ફે નાથાજી છે. જેને વાઘેલા ગુલાબસીંહ (દાંચીવાડા) વાળાએ રાજેસ્થાનથી ભરાવી અમદવાદ તરફ રવાના કર્યો હતો. આથી મહેસાણા એલસીબીની ટીમે વિદેશી દારૂ, મોબાઈલ, કાર સહીત 17,55,070 નો મુદ્દામાલ કબ્જે કરી, ઝડપાયેલ આરોપી સાથે અન્ય 2 વિરૂદ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે 65(A)(E), 81 અને 98(2) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.