ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી અલીફ સોસાયટીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરીને 6.51 લાખની કિંમતની કુલ 1906 બોટલો જપ્ત કરી આ સાથે જ પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગર મુર્તુજા ઉર્ફે ફિરોઝ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી. મહેસાણાના આવેલ અલીફ સોસાયટીના મકાન નંબર 32માં આ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો.
![]()
પેટ્રોલિંગ દરમિયાન LCB ટીમને આ અંગે ગુપ્ત માહિતી મળી જેના આધારે તેમણે આ રેડ કરી પોલીસે સ્થળ પરથી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 1906 બોટલો કબજે કરી ઝડપાયેલો આરોપી મુર્તુજા ઉર્ફે ફિરોઝ પઠાણ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો તે બનાસકાંઠામાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં અને મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકના અન્ય બે ગુનાઓમાં વોન્ટેડ હતો.

પોલીસે મુર્તુજા પઠાણની ધરપકડ કરીને વધુ તપાસ માટે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસને સોંપ્યો આ કેસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી.


