— મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલનો કોંગ્રેસના આગેવાનોએ જુસ્સો ઉતારી નાંખ્યો :
— તો શું આર એન્ડ બી વિભાગના અધિકારીઓ કોંગ્રેસે કરેલા લોકાર્પણના વિરોધમાં કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરશે ખરા? કેમ કે જાે ફરિયાદ કરે તો કોંગ્રેસે લોકાર્પણ કર્યુ તે સાબિત થાય છે :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરને વિંધીને પસાર થતો પાલનપુર-અમદાવાદ હાઈવે સતત ટ્રાફિકથી ભરચક રહેતો હતો. જે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મોઢેરા ચાર રસ્તા પાસે ૧૪૬ કરોડના ખર્ચે અંડરપાસનું કામ શરૂ કરવામાં
આવ્યું હતું. પરંતુ જિલ્લા ભાજપના આગેવાનો, સરકાર તેમજ ખાસ કરીને કોન્ટ્્રાકટરની લાલિયાવાડીથી નિયત સમયમાં અંડરબ્રિજ શરૂ નહિ કરવામાં આવતાં આ માર્ગેથી પસાર થતી લાખો જન મેદની પારાવાર મુશ્કેલી વેઠી રહી છે. જાે કે છેલ્લા કેટલાક સમયથી અંડરપાસ મુદે વિવાદ અને વિરોધ વકરી પડતાં યેનકેન પ્રકારે અંડરપાસ બ્રિજનું કામ પુરૂ કરી દેવામાં આવ્યું છે.
પરંતુ બ્રિજને જનતાની સેવામાં સમર્પિત કરવા માટે ભાજપના નેતાઓ કોઈ મુર્હુતની રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ જનતાની મુશ્કેલી તેમને દેખાતી ન હતી. જે મુદે અહિંના કોંગ્રેસના આગેવાનો આકરા પાણીએ થયા હતા. બે દિવસ પૂર્વે કોંગ્રેસના આગેવાનોએ અંડરપાસ બ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી મૂકી હતી અને સાથો સાથ ચિમકી ઉચારી હતી કે, જાે બે દિવસમાં અંડરપાસનું લોકાર્પણ કરવામાં નહિ આવે તો કોંગ્રેસ અંડરપાસ બ્રિજને જનતા માટે ખુલ્લો મુકી દેશે.
કોંગ્રેસની
આ વાતને ગંભીરતાથી ન લેવાનો મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ જશુ પટેલ સહિતના આગેવાનોને ભારે પડી ગયુ છે. આજે સોમવારે કોંગ્રેસના આગેવાનોએ અંડરપાસ ઉપર એકત્રિત થઈ લાલ રીબીન કાપીને અંડરપાસને જનતા માટે ખુલ્લો મુકી દેતાં જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલનો જુસ્સો વરસાદી પાણીના વહેણમાં તણાઈ ગયો છે.
જાે કે, કોંગ્રેસના આકરા તેવરથી સફાળા જાગેલા ભાજપના નેતાઓ ચોમાસાના મામાની જેમ એક પછી એક બહાર નિકળ્યા હતા અને કોંગ્રેસે જે અંડરપાસનું લોકાર્પણ કર્યુ છે તેને ગેરવ્યાજબી ગણાવ્યું હતું. એટલું જ નહિ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, હજુ અંડરપાસમાં લાઈટો લગાવવાની બાકી છે.
જાે કે મહત્વની બાબત એ છેકે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય કોંગ્રેસની આ હરકતથી આંસુ ટપકાવી બે
ઠા અને તાત્કાલિક પત્રકાર પરિષદ આયોજિત કરી કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરપાસને આવતા બુધવારે એટલે કે આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ તેની જાહેરાત કરી હતી. પરંતુ જનતા જનાર્દનના દિલો દિમાગમાં એક પ્રશ્ન જરૂર ગુંટાઈ રહ્યો છેકે, મહેસાણા જિલ્લા ભાજપ માર્ગ અને મકાન વિભાગ તેમજ ધારાસભ્યની આ જાહેરાત હવે રાંડયા પછીના ડાહપણ સમાન છે.
તો શું આર એન્ડ બી વિભાગના અધિકારીઓ કોંગ્રેસે કરેલા લોકાર્પણના વિરોધમાં કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરશે ખરા? કેમ કે જાે ફરિયાદ કરે તો કોંગ્રેસે લોકાર્પણ કર્યુ તે સાબિત થાય છે. આ બાબતે ગરવી તાકાતની ટીમે આર એન્ડ બીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરને ટેલિફોનિક માહિતી માંગવા છતાં ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. આમ કોંગ્રેસે કરેલા લોકાર્પણથી ભાજપના આગેવાનો નહિ પરંતુ આર એન્ડ બીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને છાપે છછૂંદર ગળ્યા જેવી પરિસ્થિતિ થઈ હતી. જેનો પત્રકારને પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.


