મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું, દાતામાં 8 ઇંચ, કડીમાં 5.5 ઇચ સહિત મહેસાણામાં પણ મેઘરાજાની ભારે બેટીંગ

શેર કરવા અહીં ક્લિક કરો.

દાંતામાં આભ ફાટ્યું! 8 ઈંચ વરસાદથી આફત આવી, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

મેઘરાજાની તોફાની બેટિંગ…ભારે વરસાદથી કડી શહેર થયું પાણી પાણી…અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા, સાબરકાંઠા, ઇડર સહિત મહેસાણામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 04 – ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે મેઘાની બેટિંગ.. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઈંચ વરસાદ.. તો સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસ્યો 1 ઈંચ વરસાદ.. રાજ્યમાં વરસાદી માહોલ… 24 કલાકમાં 110 તાલુકામાં વરસ્યો વરસાદ.. સૌથી વધુ મહેસાણાના કડીમાં વરસ્યો 5.5 ઈંચ વરસાદ.. તો ઈડરમાં 3.5 ઈંચ વરસાદ… મહેસાણાના કડીમાં મેઘરાજાની તોફાની બેટિંગ…ભારે વરસાદથી કડી શહેર થયું પાણી પાણી…અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

image

ગઈકાલ રાતથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું. દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં, તો કડીમાં સોસાયટીઓમાં અને રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ. રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. રાજ્યના કુલ 28 તાલુકામાં વહેલી સવારથી વરસાદ છે. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં જ 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના સતલાસણામાં 1 ઈંચ વરસાદ વરસ્યો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. નર્મદાના ગરૂડેશ્વર, નાંદોદ અને તિલકવાડામાં પણ વરસાદ છે. ભરૂચના અલગ અલગ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો.

સાબરકાંઠામાં ગત રાત્રીએ વરસેલા વરસાદને લઈ નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદેયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. સહકારીજીન ચાર રસ્તા પર પાણી ભરાવાને લઇ વાહનચાલકો પરેશાન થયા છે. નેશનલ હાઇવેના નવીનીકરણને લઈ સમસ્યા સર્જાઈ છે. ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું હોવાને લઈ પાણીના નિકાલનો અભાવ જોવા મળ્યો. પાણી નિકલના અભાવે વાહનચાલકો પરેશાન થયા છે.

image

સાબરકાંઠાના ઈડરમાં પોણા ચાર ઇંચ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેતરમાં ચારેતરફ પાણી ભરાયા છે. તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે ઈડર ગઢના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે.

image

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમીધારે ત્યાં ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.પાલનપુર શહેરમાં છેલ્લા બે કલાકમાં પડેલા બે ઇંચ જેટલા વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. પાલનપુર શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં શહેરના મધ્યમાં આવેલ કીર્તિસ્થંભ વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે તો બીજી તરફ કીર્તિસ્થંભ વિસ્તારમાં આવેલ અનેક દુકાનોમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ,દુકાનોમાં પાણી ભરાઈ જતા તેમાં રહેલો માલ સમાન પલળી જતા દુકાનદારોની હાલત કફોડી બની છે..દુકાનદારો પોતાની દુકાન આવે અને દુકાન ખોલે તે પહેલાં જ દુકાનોમાં 5-6 ફૂટ પાણી ભરાઈ જતા દુકાનોના શટરો ખુલે તેમ ન હોવાથી દુકાનદારો ડોલ વડે પાણી બહાર કાઢી રહ્યા છે ,અને પોતાને ભારે નુકશાન થતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.