— રસીકરણ મહાઅભિયાન માં આશરે 382 લોકો જોડાઇ ને વેક્સીનનો ડોઝ લીધો :
ગરવી તાકાત મહેસાણા : સમગ્ર દુનિયામાં ભરમાં કોરોના વાયરસ ની આફત આવી પડી ત્યારે સૌ લોકો આ કોરોના વાયરસ થી બચવા માટે ના અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવતા હતા ત્યારે આપણા ભારત દેશમાં પણ મોટા પ્રમાણમાં કોરોની આફત આવી પડી હતી ત્યારે લોકો ચિંતા માં મુકાઈ ને તેનાથી બચવા ના પ્રયાસો કરવામાં આવતા હતા. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સીન ની શરૂઆત કરવામાં આવી હતી અને લોકો જાગૃત બની ને લોકો આ કોરો ના રસીકરણ મહાઅભિયાન માં જોડાઇ રહ્યા હતા.
અને હાલ સમગ્ર દેશમાં કોરોની પરિસ્થિતિ કાબુમાં આવતા લોકો માં રાહત નો શ્વાસ લીધો હતો.છતાં પણ હજુ કોરોના વાયરસ ના ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હજુ પણ રસીકરણ ના મહાઅભિયાન થી કોરોના ને હરાવવા માટે રસીકરણ મહાઅભિયાન ચલાવી રહ્યા છે.
કડી ખાતે આ રસીકરણ મહાઅભિયાન રવિવાર ના રોજ યોજાયો હતો જેમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર,અને 60 વર્ષ થી વધુ ઉંમરના લાભાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.22 મે રવિવાર ના રોજ રસીકરણ મહાઅભિયાન માં પ્રથમ ડોઝ,બીજો ડોઝ, અને પ્રિકોશન ડોઝની કામગીરી રવિવાર ના રોજ કરવામાં આવી હતી.
કડી ના અલગ અલગ વિસ્તાર જેવા કે શક્કરપૂરા ,રાજમહેલ સોસાયટી કરણનગર રોડ કડી, ગાયત્રી મંદિર, વડવાળા હનુમાનજી મંદીર, ચંદીગઢ સુજાતપુરા રોડ, અર્બન હેલ્થ સેન્ટર જેવા અનેક જગ્યાએ મહારસીકરણ અભિયાનમાં 15 થી 17 વર્ષ,12 થી 14 વર્ષ ના લાભાર્થીઓ ને બીજો ડોઝ અને 60 થી વધુ તેમજ ફ્રન્ટ લાઈન વર્કરોને પ્રિકોશન ડોઝ કુલ મળી આશરે 382 લોકોએ વેક્સિન ના ડોઝ આપવામાં આવ્યા હતા.
આ રસીકરણ મહાઅભિયાન થી સૌ લોકો સુરક્ષિત રહે તે માટે આ મેઘા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો રસીકરણ અભિયાન માં જોડાયાં હતાં.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


