મહેસાણાના એક શખ્સ પર તેની પત્ની અને સાસરીયા દ્વારા તલવારો અને લોખંડની પાઇપથી જીવલેણ હુમલો કરાયો હતો
હુમલો કર્યાનો એક માસનો સમય વિતવા છતાં ચારમાંથી એક પણ આરોપીની હજી સુધી પોલીસે ધરપકડ કરી નથી
બે રીક્ષા ભરીને આવેલા સાસરીયાઓએ ફરિયાદીના ઘરમાં એલઇડી સહિત તમામ ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – ગત તા. 6-5-2023ના રોજ મહેસાણામાં રહેતા એક શખ્સ પર બે રીક્ષાઓ ભરીને હાથમાં જીવલેણ હથિયારો સામે ફરિયાદીની પત્ની સહિત સાસરીયાઓએ જીવલેણ હુમલો કરી ઘરમાં એલઇડી સહિત તમામ ચીજવસ્તુઓ તોડફોડ કરી ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું. ત્યારે આ હુમલામાં દસથી વધુ વ્યકિિતઓએ હુમલો કર્યો હતો પરંતુ એ ડિવિઝન પોલીસે માત્ર ચાર વિરુદ્ધ જ ગુનો નોંધ્યોં હતો. ત્યારે આજે આ હુમલા કર્યાનો એક મહિના જેટલો સમય થવા આવ્યોં હોવા છતાં એ ડિવિઝન પોલીસના પીએસઆઇ વાઘેલાના નેતૃત્વમાં તપાસકર્તા અધિકારી દ્વારા એક પણ આરોપીને હજુ સુધી પકડી કાયદેસરની કાર્યવાહી કરી નથી. તો એ ડિવિઝનના અધિકારી કર્મચારી દ્વારા કયા કારણોસર આરોપીઓને છાવરવામાં આવી રહ્યાં છે. કેમ આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. શું એ ડિવિઝન પોલીસ આ કેસમાં ભીનું સંકેલવાની કોશિશ કરી રહી છે આવા અનેક સવાલો એ ડિવિઝન પોલીસ સામે ઉઠી રહ્યાં છે.

મહેસાણા ઉચરપી રોડ પર આવેલ શ્રીજી ડુપ્લેક્ષમાં રહેતા ઠાકોર મેહુલજી અતુલજીના લગ્ન અમદાવાદ મુકામે સુનિતા દિવાનજી ઠાકોર સાથે સમાજના રિત રિવાજ મુજબ થયેલા જેમને લગ્ન જીવન દરમિયાન બે બાળકો છે ત્યારે કેટલાક સમય અગાઉ ઘરકંકાસ થવાથી ઠાકોર મુહેલજીની પત્ની બે બાળકોને મુકીને અમદાવાદ જતી રહી હતી અને અમદાવાદ કોર્ટમાં પતિ ઠાકોર મેહલુજી વિરુદ્ધ ભરણપોષણનો દાવો કર્યો હતો. આ દરમિયાન ગત તા. 6-5-2023ના રોજ મેહુલજીની પત્ની સુનિતા તથા તેના સગાઓ બે રીક્ષા ભરીને મહેસાણા મેહલુજીના ઘરે લોખંડની પાઇપ, તલવાર જેવા જીવલેણ હથિયારો લઇ આવી ઘરમાં એલઇડી સહિતની સામગ્રી તોડફોડ કરી ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું અને ઠાકોર મેહલુજી પર જીવલેણ હુમલો કરતાં તેઓને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ હુમલામાં મેહુલજી પર હુમલો કરનાર મેહુલજીની પત્ની સુનિતા, જીવણજી, હિંમતજી, ગટ્ટાજી, શૈલેષજી, ભાવેશ, સંજુ, ઉદેસિંહ, મનીષ, કિરણ નારણજી ઠાકોર આ દસથી વધુ વ્યકિતઓએ ભેગા મળીને મેહુલજીને મારમાર્યો હતો. પરંતુ મહેસાણા એ. ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો ન નોંધી માત્ર ચાર શખ્સો વિરુદ્ધ જ ફરિયાદ નોંધી છે. સાથે સાથે આજે એક માસનો સમય વિતવા આવ્યો હોવા છતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. એ ડિવિઝન પોલીસના પીએસઆઇ વાઘેલાની રાહબરી હેઠળ આ ગુનાની તપાસ જે. કે.પટેલ ચલાવી રહ્યા છે. પરંતુ એ ડિવિઝનના અધિકારી કે કર્મચારી દ્વારા મેહુલજી પર હુમલો કરનાર આરોપીઓને હજી સુધી પકડી શક્યાં નથી. ત્યારે એ ડિવિઝનના પોલીસના એએસઆઇ વાઘેલા સહિત તપાસ અધિકારી પર શંકાની સોય સેવાઇ રહી છે.
કયા કારણોસર હુમલો કર્યાનો મહિના જેટલો સમય વિતવા છતાં ચાર આરોપીઓમાંથી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. શું મહેસાણા એ. ડિવિઝન પોલીસના તપાસકર્તા અધિકારી ભીનુ સંકેલવાની કોશિશ કરી રહ્યા છે આવા અનેક સવાલો પોલીસની કામગીરી સામે સેવાઇ રહ્યાં છે.


