નવા વર્ષમાં મોટા પડદે અનેક ફિલ્મો રિલીઝ થશે

શેર કરવા અહીં ક્લિક કરો.

2021 ના છેલ્લા મહિનામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. નવા વર્ષને આવકારવા દરેક લોકો તૈયાર છે. હિન્દી સિનેમા પણ નવા વર્ષમાં દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. નિર્માતાઓ અને દિગ્દર્શકોએ નવી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2022 માં ઘણા મોટા સ્ટાર્સની બિગ બેંગ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’થી લઈને રણવીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સુધી અનેક મોટી ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થશે. આવી સ્થિતિમાં આવનારા નવા વર્ષમાં દર્શકોનું ભરપૂર મનોરંજન થવાનું છે.

વર્ષ ૨૦૨૨માં મોટી ફિલ્મોની રિલીઝ પણ 14  જાન્યુઆરીએ પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’થી શરૂ થવાની છે. નિર્દેશક ઓમ રાઉતની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ આવતા વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ પણ હશે. યશ રાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ નવા વર્ષની શરૂઆતમાં મોટા પડદા પર આવવાની તૈયારીમાં છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજની રિલીઝ માટે 21 જાન્યુઆરી 2022ની તારીખ નક્કી કરવામાં આવી છે. મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

અભિનેતા રણવીર સિંહ અને શાલિની પાંડે અભિનીત ‘જયેશભાઈ જાેરદાર’ પણ નવા વર્ષના બીજા મહિનામાં રિલીઝ થશે. રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’ 25 ફેબ્રુઆરી, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.યશરાજ બેનર હેઠળ બનેલી રણબીર કપૂર સ્ટારર ફિલ્મ પણ નવા વર્ષમાં દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ની તારીખ 18 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.
આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ મોટા પડદા પર આવવાની ઘણા સમયથી રાહ જાેવાઈ રહી છે. આ રાહ વર્ષ 2022 માં પૂરી થવા જઈ રહી છે. આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 14 એપ્રિલ 2022 ના રોજ એટલે કે બૈસાખીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમિર ખાન પ્રોડક્શન દ્વારા શનિવારે ટિ્‌વટર હેન્ડલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સલમાન ખાન સ્ટારર ‘ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’. આ બંને ફિલ્મોએ દર્શકોનું મનોરંજન કર્યું છે. હવે સલમાનની ફિલ્મ ટાઈગર ૩ પણ રિલીઝ માટે તૈયાર છે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર 3 ની રિલીઝ માટે 15 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આવતા વર્ષે, ગુરુવારે, 11 ઓગસ્ટ, 2022 , સ્વતંત્રતા દિવસના સપ્તાહે, અક્ષય કુમારની ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘રક્ષા બંધન’ પણ રિલીઝ થશે. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ 4 માર્ચ 2022ના રોજ રિલીઝ થવાની છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.