મનહર પટેલનું મોટું નિવેદન : હાર્દિક હાઇકમાન્ડ સુધી રજુઆત કરવા ગયો જ નથી તેની પીડા શું છે તે જ ખબર નથી પડતી

શેર કરવા અહીં ક્લિક કરો.

— હાર્દિક પટેલની નારાજગીને લઈને મનહર પટેલે આપેલા નિવેદનથી હાલ ખળભળાટ મચ્યો છે :

— મનહર પટેલે જણાવ્યું છે કે, હાર્દિક કોંગ્રેસ છોડે તો કોંગ્રેસને સ્વાભાવિક રીતે અસર થાય તેમ છે :

— જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ સ્પષ્ટ જણાવ્યું છે કે મીડિયામાં વારંવાર નિવેદન કરવાથી પાર્ટીમાં ચાલી રહેલી નારાજગીનો ઉકેલ આવશે નહિ :

ગરવી તાકાત ગાંધીનગર :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજકારણ ચરમસીમાએ છે. હાલ રાજ્યમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને અલગ અલગ અટકળો ચાલી રહી છે. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તે હવે જગજાહેર થઈ ગયું છે. ત્યારે હાર્દિક પટેલને પાર્ટીમાં કેવા પ્રકારની નારાજગી છે તેને લઈને હવે રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલની નારાજગીને લઈને મનહર પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

હાર્દિક પટેલની નારાજગીને લઈને મનહર પટેલે આપેલા નિવેદનથી હાલ ખળભળાટ મચ્યો છે. મનહર પટેલે જણાવ્યું છે કે, હાર્દિક કોંગ્રેસ છોડે તો કોંગ્રેસને સ્વાભાવિક રીતે અસર થાય તેમ છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ સ્પષ્ટ જણાવ્યું છે કે મીડિયામાં વારંવાર નિવેદન કરવાથી પાર્ટીમાં ચાલી રહેલી નારાજગીનો ઉકેલ આવશે નહિ.

મનહર પટેલે ઉમેર્યું હતું કે, હાર્દિક જણાવી રહ્યો છે કે તેમની વાત હાઈકમાન્ડ સાંભળતા નથી, પરંતુ હાર્દિકે ક્યારેય હાઇકમાન્ડ સુધી કોઈ રજુઆત કરવા ગયો જ નથી. દાહોદમાં રાહુલ ગાંધીને જ્યારે હાર્દિક મળ્યો તો પણ હાર્દિક હજુ નારાજ જ છે. મનહર પટેલને પૂછતાં હાર્દિક કોંગ્રેસ પક્ષના હાઈકમાન્ડથી નારાજ હોઈ શકે તેવું જણાવ્યું હતું. હાર્દિકને કામ કરવું હોય તો જનતાની સામે જવું પડે તેવું પણ મનહર પટેલે જણાવ્યું છે.

મનહર પટેલે જણાવ્યું હતું કે, હું માંગુ અને મને જો ન આપે તો તેને અન્યાય કહી શકાય તેવી વાત સાથે તેમણે હાર્દિક પર કટાક્ષ કર્યો હતો. હાર્દિકની પીડા શું છે તે જ ખબર પડતી નથી. જગદીશ ઠાકોરે અને રઘુશર્મા એ હાર્દિકને વાત કરવા બે વખત કહ્યું પણ તે ચર્ચા કરવો પણ આવતો જ નથી.

મહત્વનું છે કે, હાર્દિકની નારાજગી મામલે હાઇકમાન્ડથી હાર્દિક નારાજ હોય શકે તેવું મનહર પટેલે મીડિયા સમક્ષ વાત કરીને ખળભળાટ મચાવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.