ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો જિલ્લા પોલીસ અધિક્ષકે વહીવટી સુધારાના ભાગરૂપે 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને બિન હથિયારી PSIની આંતરિક બદલીના આદેશ જારી કર્યા આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થાને હાજર થવા સૂચના અપાઈ સત્તાવાર હુકમ મુજબ, કુલ 7 બિન હથિયારી PSI અને 15 હથિયારી/બિન હથિયારી PSI સહિત 22 અધિકારીઓની બદલી થઈ આ બદલીઓમાં લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અને લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓનો સમાવેશ થાય લીવ રિઝર્વમાં રહેલા 9 PSIને વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી.

બદલી કરાયેલા અધિકારીઓમાં જે.આર. ચૌધરીને સરસ્વતી પોલીસ સ્ટેશન, એમ.કે. ઝાલાને સિદ્ધપુર પોલીસ સ્ટેશન અને આર.ડી. ચૌહાણને IUCAW શાખામાં મુકવામાં આવ્યા આ ઉપરાંત, એ.બી. મહેરિયાને હારીજ અને આર.બી. વાઘીયાને રાધનપુર ખાતે નિમણૂક અપાઈ અન્ય ફેરફારોમાં, કાકોશી પોલીસ સ્ટેશનના પી.વી. ચૌધરીની બદલી LCB શાખામાં કરવામાં આવી જ્યારે સિદ્ધપુરના જે.ટી. ગઢવીને રણુંજ ખાતે મુકાયા પાટણ સીટી બી-ડિવિઝનમાં ફરજ બજાવતા એચ.આર. ગાડીયાની બદલી બાલીસણા ખાતે કરવામાં આવી.

મહિલા સુરક્ષા અને વહીવટી પાસાઓને ધ્યાનમાં રાખીને, એ.ડી. ભટ્ટને મહિલા પોલીસ સ્ટેશન અને પી.વી. વસાવાને શંખેશ્વર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી હુકમમાં જણાવાયું કે, તમામ બદલી થયેલા અધિકારીઓએ પોતાની વર્તમાન ફરજ પરથી છૂટા થઈ તાત્કાલિક નવા નિમણૂક સ્થળે હાજર થઈ જિલ્લા પોલીસ કચેરીને જાણ કરવી પડશે સાયબર પોલીસ સ્ટેશનના એચ.ડી. મકવાણાને પાટણ સીટી બી-ડિવિઝનના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા પોલીસ તંત્રમાં થયેલા આ ફેરફારથી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ મજબૂતી આવશે તેવી અપેક્ષા.


