– મહિલા સહિત પાંચ જણાની ટોળકી વિરૂધ્ધ ફરીયાદ, પોલીસ ચોકીમાં મામલો પહોંચતા રૂ. 20 હજાર પરત આપવાનું કહ્યું, જો કે યુવતીએ આપઘાત કરવાની ધમકી આપી
મહિધરપુરાના ફુલના વેપારીને શરીરસુખ માણવાની લાલચ આપી વેસુના સુડા આવાસમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર મહિલા અને ઉમરા પોલીસની ડી સ્ટાફ તરીકેની ઓળખ આપનાર ઠગ ટોળકી વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
મહિધરપુરા વિસ્તારમાં ફુલનો ધંધો કરતા કરતા અજય (ઉ.વ. 42) ને 13 જાન્યુઆરીએ મોબાઇલ નં. 8866351698 પરથી હાય નો મેસેજ અને વ્હોટ્સએપ પર મહિલાનો વિડીયો કોલ કરી શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ સુડા આવાસમાં બોલાવ્યો હતો. જયાં
અજય અને યુવતીમાં રૂમમાં જઇ કપડા ઉતરતા વેંત ત્રણ યુવાનો ઘસી આવ્યા હતા અને આ અમારી બહેન છે, તે બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે એમ કહી માર માર્યો હતો. ત્રણ પૈકી એક યુવાને પોતાની ઓળખ ઉમરા પોલીસના ડી સ્ટાફ તરીકે આપી
પોલીસ કેસ કરવાની અને સમાધાન કરવું હોય તો 5 લાખની માંગણી કરી હતી. પરંતુ અજયે 5 લાખ નહીં હોવાનું કહેતા 1.50 લાખ આપવા પડશે નહીં તો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો. અજયે પોતાના ઘરે જઇ 20 હજાર આપ્યા હતા અને બાકીના 1.30 લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે એમ કહ્યું હતું. જો કે ત્યાર બાદ પણ ઉઘરાણી કરી ધાક-ધમકી આપતા છેવટે અજયે જમનાનગર પોલીસ ચોકીના લોકરક્ષક એઝાઝ હુસૈનને જાણ કરી હતી. જેથી એઝાઝે અજયને જે નંબર પરથી કોલ આવતા હતા તે નંબર પર કોલ કરતા સુરજ તિવારી નામના યુવાને 20 હજાર રૂપિયા પરત આપી દેશે એમ કહ્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરતા યુવતીએ પુનઃ કોલ કરી તમારા રૂપિયા પરત મળી જશે, પરંતુ હું આપઘાત કરી લઇશ એમ કહેતા અજય ડરી ગયો હતો અને છેવટે આ અંગે ફરીયાદ નોંધાવી હતી.
(ન્યુઝ એજન્સી)