વડગામના કરમાવદ મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા ૧૨૫ ગામના પશુપાલકો અને ખેડૂતોની મહારેલી 

શેર કરવા અહીં ક્લિક કરો.

— માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં પશુપાલક મહિલાઓ રોડ ઉપર ઉતરી કરશે આંદોલન :

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચા જવાથી પશુપાલક ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. જેને લઇ આજે વડગામ તેમજ પાલનપુર પંથકના પશુપાલકોએ તળાવ અને ડેમમાં નર્મદાના નીર નાખવા મહારેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વડગામ તાલુકાના જલોત્રા ગામનું કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા પાલનપુર અને વડગામના ૧૨૫ ગામના પશુપાલક ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી પાણી નાખવા માટે રજુઆત કરી થાક્યા હતા. જેને લઈ અવારનવાર સરકારમાં રજુઆત કરી હતી.  તેમ છતાં પાણી ન આવતા ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. જેને લઇ આજે જલોત્રા ગામ સહિત આસપાસના ખેડૂતો પાલનપુર આદર્શ હાઈસ્કૂલ ખાતે ભેગા મળી જંગી સભા યોજી હતી
ત્યારબાદ પગપાળા રેલી યોજી ગઠામણ દરવાજા, ગુરૂનાનક ચોક થઈ કલેકટર કચેરી સુધી મહારેલી યોજી પાણી આપોના નારા સાથે આખું શહેર ગુંજવ્યું હતું. ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર પાઠવી પાણી નાખવાની માંગ કરી હતી. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં પશુપાલક મહિલાઓ રોડ ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરશે તેવી પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.

— પાણી નહીં તો વોટ નહીના સ્લોગનો લગાવ્યા :

વડગામના કરમાવદ તળાવમાં પાણી નાખવા આસપાસના ખેડૂતોએ પોતાના હાથમાં સ્લોગનો લઈ આવ્યા હતા. જેમાં પાણી નહીં તો વોટ નહીં, કરમાવદમાં પાણી આપો, હમ હમારા હક માંગતે નહિ કિસીસે ભીગ માંગતે જેવા સ્લોગનો સાથે સૂત્રો ચાર કર્યા હતા.

— સરકાર પાણી નહિ આપે તો ઉગ્ર આંદોલનની ચિમકી :

વડગામના કરમાવદ તળાવમાં પાણી નાખવા આજે જળ આંદોલન મહારેલી યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર અમને પાણી નહિ આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.