મહાકાલ સેના બનાસકાંઠા જીલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

April 8, 2022
ગરવી તાકાત કાંકરેજ : બિન સચિવાલય ની પરીક્ષાઓ માં થયેલ ગેરરીતિ આચરતા યુવરાજસિંહ જાડેજા એ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી ને મીડિયા સમક્ષ પર્દાફાશ કર્યો હતો ત્યારે હવે સરકાર દ્વારા યેનકેન પ્રકારે યુવરાજસિંહ જાડેજા ને કોઈ પણ ભોગે ફસાવવા માટે પોલીસ દમન કરીને 307 અને 332 જેવી કલમો હેઠળ અટકાયત કરાઈ છે

ત્યારે સમગ્ર ગુજરાત માં રોષ જોવા મળ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં મહાકાલ સેના બનાસકાંઠા એ આવેદનપત્ર આપી ને યુવરાજસિંહ જાડેજા ને મુકત કરવા માટે માંગ કરી હતી અને જો તેમ કરવામાં નહિ આવે તો 2022 માં ભોગવવા માટે તૈયારી સરકારે રાખવી પડશે.
શૈલેન્દ્રસિંહ વાઘેલા પ્રમુખ બનાસકાંઠા મહાકાલ સેના ત્યારે કાંકરેજ તાલુકાના વિદ્યાર્થી ચેતન જોષી એ પણ સરકાર ને બે હાથ જોડીને

વિનંતી કરી હતી કે તમે ગુજરાત રાજ્યમાં બિન સચિવાલય ની પરીક્ષાઓ માં થયેલ ગેરરીતિઓ અટકાવવા અને યુવરાજસિંહ જાડેજા ને મુકત કરવા માટે એક અલગ સીટ ની રચના કરવામાં આવે અને તેની ઉપર લાગેલ આરોપો ની સાચી રીતે કામગીરી કરી ને યોગ્ય રીતે ન્યાય મળે એવી આશા વ્યકત કરી હતી
જેમાં કાંકરેજ તાલુકાના મહાકાલ સેના પ્રમૂખ અને વડા ડેપ્યુટી સરપંચ મોબતસિહ વાઘેલા એ યુવરાજસિંહ જાડેજા ને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે ત્યારે તે ઘટના અંગે તમામ પ્રકારની યોગ્ય તપાસ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ ચેક કરી ને એક નવી સીટ બનાવી તટસ્થ તપાસની માંગ કરી હતી અને જો તેમ કરવામાં નહી આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર દેખાવો કરી ને આંદોલન અંગે ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે ના ભીષ્મ પિતામહ તરિકે ની ભૂમિકા અદા કરનાર યુવરાજસિંહ જાડેજા ને મુકત કરવામાં આવશે કે નહિ તે અંગે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે
 તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0