મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી…

July 16, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 ના આશરે 800 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો જોડાયા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના હાથે ભગવાન જગન્નાથની પ્રતિમાઓ અને આકર્ષક રથ તૈયાર કર્યા આ રથયાત્રા મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવી.

કાર્યક્રમનું પ્રસ્થાન મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું ભગવાન જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું સુંદર રીતે શણગારાયેલા રથ સાથે શાળા પરિસરમાં રથયાત્રા નીકળી જેમાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ‘જય જગન્નાથ’ અને ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ વચ્ચે અબીલ-ગુલાલની છોળો ઉડી રહી.

Modasa Kalarav School Students Celebrate Jagannath Rathyatra | 800 Kids

સંગીતના તાલે ભજન-કીર્તન અને રાસ-ગરબામાં બાળકો ઝૂમ્યા સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને મહેમાનોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ઉજવણીના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો આ રથયાત્રાએ વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0