નર્મદા ડેમમાંથી  થરાદ વાવ સુઇગામ તાલુકાને  પાણી આપવા બાબતે થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત મુખ્યમંત્રીને લખ્યો પત્ર

April 12, 2022
ગરવી તાકાત થરાદ : સરહદી વિસ્તાર માં પાણી આપવામાં નહિ આવે તો દેવાના ધારાસભ્ય ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.. ગુલાબસિંહ રાજપૂત
થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે  રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ને પત્ર લખી જણાવ્યું હતું કે તાજેતરમાં ઉનાળો ચાલુ થઈ ગયેલ છે અને પાણીની સમસ્યાઓ પણ તેની સાથે જ શરૂ થઈ ગઈ છે ત્યારે અમારા વિધાનસભા મતવિસ્તારના વાવ થરાદ સુઈગામ તાલુકામાં પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે ઘાસચારા ના અભાવે પશુઓના મૃત્યુ પણ નોંધાઇ રહ્યા છે
ઉનાળું પાકનું ખેડૂતો દ્વારા  વાવેતર કરવામાં આવે છે પરંતુ સિંચાઈના પાણીના અભાવે આ પાક પણ નાશ પામે છે કે નર્મદા ડેમમાં ઉનાળાના સમયે બહાર પાણી ત્યારે તેમાંથી થરાદ વાવ સુઇગામ ના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે જો સરકાર શ્રી આ કક્ષાએ થી યોગ્ય નિર્ણય
કરી નર્મદા ડેમમાંથી થરાદ વાવ સુઇગામ ના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આપના કક્ષાએ સંભવિત અને તાત્કાલિક જરૂરી આદેશો આપવા માટે થરાદ ધારાસભ્ય ભલામણ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે થરાદ વાવ સુઇગામ ને પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે
તસ્વીર અને એહવાલ : વસરામભાઇ ચૌધરી — થરાદ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0