ગરવી તાકાત શામળાજી : શામળાજી-ભિલોડા રોડ પર ગુણિયાકૂવા પાસે ફિલ્મી ઢબે એલસીબીએ ગ્રેનાઈટ પથ્થરોની આડમાં ટ્રકમાં લઈ જવાતો 12.51 લાખનો દારૂ, પાયલોટિંગ કરતી ગાડી સાથે રાજસ્થાની ગેંગના 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા એલસીબીને બાતમી મળી કે રાજસ્થાન તરફથી ટ્રક નંબર RJ.30.GA.9892 દારૂ ભરીને ભિલોડા તરફ જઈ રહી.

અને તેની આગળ કાર (RJ.30.UA.3227) પાયલોટિંગ કરી રહી તેવી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર અને ટ્રક બંનેને અટકાવી ટ્રકની તલાશી લેતાં તેમાં ગ્રેનાઈટના પથ્થરો નીચે રાખવામાં આવેલી વિદેશી દારૂની 3336 બોટલનો જથ્થો મળ્યો પોલીસે દારૂ, ટ્રક, કાર, 4 મોબાઈલ અને ગ્રેનાઈટના પથ્થર.

કુલ 44, 77, 388નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક રોશનદાસ વૈષ્ણવ, બાબુસિંહ રાવણા (રાજપૂત) તેમજ અર્ટિગામાં પાયલોટિંગ કરતાં અક્ષયભાઈ ખટીક અને મોરલી ઠાકોર (તમામ રહે. રાજસ્થાન) ને ઝડપી લીધા પોલીસે રાજુ ટાંક અને દિપક ગુર્જર નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી.


