સાબરકાંઠાના પ્રાંતિજ નજીક દલપુર ઓવરબ્રિજ પાસેથી LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

September 27, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક દલપુર ઓવરબ્રિજ પાસેથી જિલ્લા એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે 91,680 રૂપિયાના વિદેશી દારૂ અને બીયર સાથે રાજસ્થાનના છ શખ્સોની ધરપકડ કરી. હિંમતનગર જિલ્લા એલસીબીની ટીમ પ્રાંતિજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી ત્યારે તેમને બાતમી મળી બાતમી મુજબ, રાજસ્થાનના કેટલાક ઈસમો દલપુર ઓવરબ્રિજ ચડતા છેડે થેલાઓમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જવા ઊભા આ માહિતીના આધારે એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરી.

સાબરકાંઠા LCBએ પ્રાંતિજ પાસેથી પશુઆહારની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો  ઝડપી પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી થેલાઓ સાથે ઊભેલા શખ્સોને કોર્ડન કર્યા તેમની પાસેથી તપાસ કરતા થેલાઓમાંથી ઇંગ્લિશ દારૂ અને બીયર મળી આવ્યા કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ છ શખ્સો રાજસ્થાનના ઉદેપુરથી અલગ-અલગ દારૂના ઠેકા પરથી દારૂ ખરીદી, થેલાઓમાં ભરી, ટ્રાવેલ્સ મારફતે ગુજરાતના ચીલોડા, અમદાવાદના નરોડા અને ગેલેક્સી ખાતે દારૂ પહોંચાડતા. ઝડપાયેલા આરોપીઓમાં આનંદ રમેશચંદ્ર નંદલાલ ડામોર, યકીન નારાયણલાલ રામજી મીણા,

Liquor worth lakhs seized from two different places | જસદણમાં ટ્રકમાંથી  12,648 દારૂની બોટલ ઝડપાઈ: 65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જેતપુરમાં બિનવારસી  કારમાંથી રૂ.1.36 ...

અનિલ નારાયણ ખેમાજી ડામોર, દિવ્યાંશુ કાલુલાલ લક્ષ્મણ મીણા, અનિલ કુમાર બસંતીલાલ અણદા પરમાર મીણા અને અશોક કમલેશ ધીરાજી મીણાનો સમાવેશ થાય આ તમામ ઉદેપુર, રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે 91,680 રૂપિયાનો દારૂ,15,500 રૂપિયાના ૪ મોબાઈલ ફોન સહિત કુલ 1,07,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના રાજુભાઈ સક્સેના સહિત કુલ સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0