ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારના વાદળી થર ગામની સીમમાંથી એલ.સી.બી. પાટણની ટીમે રૂ. 2,72,020ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં 1,620 બોટલો દારૂ અને રૂ. 3 લાખની મહિન્દ્રા એક્સયુવી કાર સહિત કુલ રૂ. 5,72,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જોકે, દારૂનો જથ્થો લાવનાર બુટલેગર ફરાર થઈ ગયો આગામી રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકવા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણની ટીમ પેટ્રોલિંગ કરી રહી.

તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમીના આધારે વાદળી થર ગામથી રણ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ મહિન્દ્રા એક્સયુવી કારને રોકવાનો પ્રયાસ કરાયો પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન પૂરઝડપે હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો જોકે, ગાડી જમીનમાં ખૂંપી જતાં ચાલક વાહન છોડીને બાવળની ઝાડીઓનો લાભ લઈ ફરાર થઈ ગયો ત્યારબાદ પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,620 બોટલો મળી આવી.

પોલીસે ઘટનાસ્થળેથી રૂ.2,72,020ના દારૂ અને રૂ.3 લાખની મહિન્દ્રા એક્સયુવી કાર સહિત કુલ રૂ. 5,72,020નો મુદ્દામાલ કબજે કર્યો આ ગુનામાં ફરાર થયેલા આરોપી સિંધી લાલમહંમદ ઉર્ફે લોટો તાજનભાઈ વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. પી.વી. ચૌધરી, એસ.બી. સોલંકી, એ.એસ.આઇ. દિનેશભાઈ તથા એલ.સી.બી. સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી.


