— નંદાસણ ચોકડી પાસે આવેલ તવક્કલ હોટલ ની બાજુમાં ચાલી રહયો હતો વરલી મટકાનો જુગાર
ગરવી તાકાત મહેસાણા: કડી તાલુકાના નંદાસણ ગામની ચોકડી પાસે આવેલ તવક્કલ હોટલની બાજુમાં ઓનલાઇન વોટસએપ એપ્લિકેશન દ્વારા ચાલતા વરલી મટકાના જુગાર ઉપર મહેસાણા એલસીબીએ રેડ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડયા હતા જ્યારે બે ઈસમો તકનો લાભ લઈ ફરાર થયી ગયા હતા.પોલીસે નંદાસણ પોલીસમથકમાં પાંચ ઈસમો વિરૂદ્ધ જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ફરાર થયેલા ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા તથા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઈસમો ઉપર રેડ કરી તેમને ઝડપી લેવા સૂચના આપતા મહેસાણા એલસીબી પેટ્રોલીંગમાં હતી.મહેસાણા એલસીબી નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને ખાનગી માહિતી મળી હતી કે નંદાસણ ચોકડી ઉપર તવકકલ હોટલની બાજુમાં ચાની કીટલી પાસે ખુલ્લી જગ્યામાં ઝુલ્ફીકાર ઉર્ફે ભૂરો નસરુદ્દીન સૈયદ પોતાના માણસો રાખી મોબાઈલ ઉપર વોટસએપ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે
જેથી એલસીબીએ ખાનગી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી જેમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતો મુખ્ય ઇસમ ઝુલ્ફીકાર ઉર્ફે ભૂરો સહિત બે ઇસમોને ઝડપી પાડયા હતા જ્યારે બે ઈસમો તકનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ થયા હતા.પોલીસે ઝડપાયેલા શખ્શો પાસેથી જુગાર રમાડવાનું સાહિત્ય,મોબાઈલ અને રોકડ રકમ રું.26,310 મળી કુલ 29,810 રું.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા આરોપીની પૂછતાછ માં ફરાર થયેલા ઈસમો તેના પગારદાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પાંચ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
— ઝડપાયેલા ઈસમો: > 1 – ઝુલ્ફીકાર ઉર્ફે ભૂરો નસરુદ્દીન સૈયદ રહે.નંદાસણ > 2 – કનુજી ભલાજી જાડેજા રહે ચડાસણા પરામાં > 3 – નજુભાઈ ઉર્ફે નજીમિયા ઉસ્માનમિયા સૈયદ રહે.નંદાસણ
અને તવરેજ અને ઇમરાન કુરેશી નામના બે ઈસમો ફરાર થયી ગયા હતા,
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી


