ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં LCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રહેણાંક મકાનમાંથી ₹11,604નો દારૂ ઝડપી પાડ્યો રણછોડ ઉર્ફે છલિયા નામના શખ્સના ઘરેથી 14 વિદેશી દારૂની બોટલ અને 10 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી.

આ સૂચનાઓના અનુસંધાનમાં, પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈએ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર વોચ રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યા આ આદેશના આધારે, LCB પોલીસ સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન મળેલી બાતમીના આધારે, માનસરોવર બ્રિજ નીચે ખોડિયારનગર, માનસરોવર ફાટક પાસે રહેતો રણછોડ ઉર્ફે છલિયો સલાટના મકાન પર દરોડો પાડવામાં આવ્યો.

દરોડા દરમિયાન, પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 14 બોટલ (કિંમત ₹9,604) અને 10 લીટર દેશી દારૂ (કિંમત ₹2,000) મળી કુલ ₹11,604નો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


