કડી તાલુકાના અગોલ ગામમાં બાવલુ પોલીસે દરોડો પાડી મોટા જુગારધામનો કર્યો પર્દાફાશ, 13 જુગારીઓ ઝડપાયા……

May 26, 2026

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના અગોલ ગામમાં બાવલુ પોલીસે મોડી રાત્રે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો પોલીસે ગામની સીમમાં આવેલા એક બોરના શેડ પર દરોડો પાડીને જુગાર રમતા 13 ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા આ કાર્યવાહીમાં પોલીસે કૂલ રૂ.1,12,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસને 24 મેના રોજ રાત્રિના સમયે ખાનગી બાતમી મળી બાવલુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે કોન્સ્ટેબલ ભાવિકકુમારને માહિતી મળી ફારુક મુસ્તુફા સિપાઇ અગોલ ગામની સીમમાં આવેલા પોતાના બોરના ખુલ્લા શેડમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો તે પોતાના આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે હારજીતનો જુગાર ચલાવી રહ્યો બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો.

A policeman serving in Bavlu police station was suspended after catching  gamblers in Thol village of Kadi.

પોલીસ ટીમ વાહનો દૂર રાખીને પગપાળા પતરાના ખુલ્લા શેડ પાસે પહોંચી ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળીને લાઈટના અજવાળે ચાદર પાથરી જુગાર રમી રહ્યા પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ પરંતુ પોલીસે ચારે તરફથી ઘેરીને તમામ 13 ઈસમોને ઝડપી પાડ્યા પોલીસે પકડાયેલા આરોપીઓની અંગજડતી કરતા તેમના ખિસ્સામાંથી રૂ.61,800 રોકડા મળ્યા જુગારના દાવ પરથી ₹15,500 રોકડા કબજે કરાયા આમ કુલ ₹77,300 રોકડ જપ્ત થઈ આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ₹35,000ની કિંમતના 7 સ્માર્ટફોન અને ગંજીપાનાના 52 પત્તા પણ જપ્ત કરવામાં આવ્યા સમગ્ર કાર્યવાહીમાં પોલીસે.

Gambling house seized from a farmhouse in Kanipur, Dehgam: Five persons  arrested | Gujarat News | Sandesh

કુલ ₹1,12,300 નો મુદ્દામાલ કબજે કર્યો બાવલુ પોલીસે આ રેડમાં 13 આરોપીઓની ધરપકડ કરી ફારૂક મુસ્તુફા સિપાઇ, સહુદિન દાઉદ જાદવ, મોહીન સુબા સિધી, રીઝવાન હયાત સિધી, નજીમ વલી સિધી, અમન પ્રવિણ સિપાઇ, અલ્તાબ હબીબ સીપાઇ, ઈમરાન ઇમામ રાઠોડ, નિઝામુદ્દીન ઉસ્માન જાદવ, સમીર બાબુ સિપાઇ, મુતલીમ કાસમ જાદવ, અશરફ કરીમ કડીવાર, શાહરૂખ હમજી ખોખર આ તમામ આરોપીઓ વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાજુજી પુનાજી ઠાકોરને સોંપવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0