વાવ-થરાદ LCBએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના વાવડી ગામની સીમમાં દરોડો પાડી ઓનલાઈન જુગારનો પર્દાફાશ કર્યો…

May 26, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : વાવ-થરાદ જિલ્લામાં ઓનલાઈન જુગારના વધતા દૂષણને ડામવા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના વાવડી ગામની સીમમાં દરોડો પાડી ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું આ કાર્યવાહીમાં બે આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા જ્યારે કુલ ચાર લોકો સામે ગુનો નોંધાયો પોલીસે હરેશભાઈ બ્રાહ્મણના ખેતરમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડ્યો  ત્યાંથી હરેશભાઈ બ્રાહ્મણ.

Vavadi Online Gambling Bust; LCB Seizes Rs 1.85 Lakh | Two Held

અને સુરેશભાઈ બ્રાહ્મણને ઓનલાઈન જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યા તપાસમાં સામે આવ્યું આરોપીઓ તેમના મોબાઈલ ફોનમાં BETFLESH નામની વેબસાઈટ પર માસ્ટર આઈ.ડી. ચલાવી રહ્યા તેઓ તીનપત્તી કસીનો અને ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા આ ઉપરાંત, તેઓ અન્ય લોકોને આઈ.ડી. અને પાસવર્ડ આપીને પૈસાની લેતીદેતી સાથે જુગાર ચલાવતા પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત ઓનલાઈન આઈ.ડી. ખરીદનાર અન્ય બે ઈસમો સહિત કુલ ચાર લોકો સામે.

Vavadi Online Gambling Bust; LCB Seizes Rs 1.85 Lakh | Two Held

જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો પોલીસે સ્થળ પરથી ૯ મોબાઈલ ફોન ડેલ કંપનીનું લેપટોપ એલજી ટીવી રોકડ રકમ રૂ. ૨૦,૦૦૦ સહિત કુલ રૂ. ૧,૮૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો આ ઉપરાંત, ઓનલાઈન આઈ.ડી.માં રહેલી રૂ. ૪,૭૨,૭૫૩ ની ક્રેડિટ રકમ પણ મળી આવી આ મામલે વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0