ગરવી તાકાત અંબાજી : અંબાજી ખાતે અનેક વાર બાઇક ચોરીની ઘટનાઓ સામે આવતી હોય ત્યારે અંબાજીની અજંતા ગલીમાંથી રાજમંદિર હોટલ પાસેથી રાત્રિના સમયે એક બાઇક ચોરીની ઘટના સામે આવી હતી આ બાઈક ચોર આરોપીની શોધખોળ પોલીસ દ્વારા સતત જારી હતી. યાત્રાધામ અંબાજીના ચીખલા વિસ્તારમાંથી એલસીબી પોલીસના પુંજાભાઈ અને ઈશ્વરભાઈ દ્વારા બાતમીના આધારે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તેઓએ એક બાઈક સવારને રોક્યો અને તેની પૂછપરછ કરી. પોલીસે ગાડીના કાગળો માંગ્યા પરંતુ આરોપી પાસે કોઈ કાગળો ન હતા. શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આરોપી વિજયભાઈ રામાભાઈ ડાભી (રહે. દંત્રાલ, તાલુકો પોશીના) એ કબૂલ કર્યું આ બાઈક તેણે 15 જુલાઈ 2025ના રોજ અંબાજીમાંથી ચોરી કરી.
![]()
ચોરાયેલું વાહન હીરો સ્પ્લેન્ડર પ્લસ જેનો નંબર GJ 09 DR 1795 એલસીબી પોલીસે આરોપી અને બાઈકને અંબાજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આરોપી સામે ગુના નંબર 354/25 નોંધવામાં આવ્યો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી.


