ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ખાતે LCB ટીમે નાકાબંધી કરી પોલીસે એક ઇકો ગાડીમાંથી 264 બિયરના ટીન સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું LCB ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલીંગ કરી રહી તે દરમિયાન નરેન્દ્રભાઈને બાતમી મળી, ચાર ઇસમો સફેદ કલરની મારૂતિ ઇકો ગાડીમાં બિયર ભરી ભીલોડા થઈ હિંમતનગર હાઈવે રોડ પરથી અમદાવાદ તરફ જવાના.

આ બાતમીના આધારે LCB ટીમે ગાંભોઈ ઓવરબ્રિજ નીચે ગાંભોઈ પોલીસ સ્ટેશન સામે નાકાબંધી કરી બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી ન અને થોડે આગળ જઈ ગાડી મૂકી દઈ તેમાં બેઠેલા ઇસમો ભાગવા લાગ્યા પોલીસે પીછો કરીને તેમાંથી બે ઇસમોને પકડી પાડ્યા જ્યારે ગાડીનો ચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્ય એક ઇસમ નાસી છૂટ્યા પકડાયેલી ઇકો ગાડીની તપાસ કરતા તેમાંથી 11 બિયરની પેટીઓમાં કુલ 264 ટીન બિયર મળી આવ્યા જેની કિંમત 58,080 રૂપિયા.

આ ઉપરાંત, 9,000 રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન અને 3,00,000 રૂપિયાની ઇકો ગાડી મળી કુલ 3,67,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડાયેલા આરોપીઓમાં વિજયનગરના વણધોલનો રહેવાસી 30 વર્ષીય મયુર સાંજાજી ફુલાજી કટારા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવડાનો રહેવાસી 28 વર્ષીય શંકરલાલ કલાજી મંજી પરમારનો સમાવેશ થાય આ કેસમાં ફરાર થયેલા આરોપીઓમાં ખેરવાડાનો મનોજ મગનલાલ દરંગા, વણધોલનો પ્રકાશ લક્ષ્મણભાઈ કટારા અને અમદાવાદ ખાતે બિયર લેવા આવનાર એક અજાણ્યો ઇસમ સામેલ આ તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો .


