મહેસાણામાં વકીલના પુત્રને ક્રિકેટ ટીમમાં રમવા મોકલવાનું કહી લાખોની છેતરપિંડી….

July 5, 2025

ગરવી તાકાત મહેસાણા : દીકરાને અમેરિકા ક્રિકેટ રમવા માટે મોકલવાનું કહી પશ્ચિમ બંગાળના શખ્સે મહેસાણાના વકીલ સાથે રૂ.9 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ રાધનપુર રોડ પર કૃણાલ રેસીડેન્સીમાં રહેતા ભરતકુમાર કિરીટભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા હોઇ વિશાલભાઈ નામના પત્રકારના માધ્યમથી તેમના મિત્ર ઇતેશકુમાર શિવચંદ્ર યાદવ સાથે પરિચય થયો

ત્યાર બાદ ઇતેશકુમાર અને વિશાલભાઈ પત્રકારે તેમને ફોન કરી અવારનવાર તેમની પાસે સલાહ લીધી અને ત્રણથી ચાર વાર તેમના કેસ માટે તેમની ઓફિસે આવ્યા મુલાકાત દરમિયાન ઇતેશકુમારે તેમની ઓળખ ક્રિકેટ ટીમના કોચ અને યુવા ક્રિકેટરોની ટીમ બનાવીને તેઓ દેશ-વિદેશ રમાડવા લઈ જતાં હોવા તરીકે કરાવી હતી. તેમનો દીકરો મનન પણ ક્રિકેટમાં રસ ધરાવતો હોઇ ઇતેશકુમારે હું ટૂંક સમયમાં ટૂર્નામેન્ટ રમાડવા એક ટીમ લીગલી અમેરિકા લઈ જવાનો છું

તો તમારા દીકરાને પણ સાથે લઈ જઉં તેમ કહેતાં તેમણે તેમના દીકરાને યુએસએ ક્રિકેટ રમવા માટે મોકલવા તૈયાર હોવાનું જણાવી ઇતેશકુમારે મોકલેલા અખ્તરહુસૈન નામના એકાઉન્ટ નંબરમાં ટુકડે ટુકડે રૂ.12 લાખ ઓનલાઈન અને રોકડ ટ્રાન્સફર કરાવી તેમના દીકરાને ક્રિકેટ ટીમ સાથે મોકલવામાં અને તેના પેપર્સ બનાવવા માટે વિલંબ થતાં તેમણે ઇતેશકુમારને અવારનવાર ફોન કરી જણાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0