મહેસાણા જિલ્લાના આંબલીયાસણ શ્રી.સાર્વજનિક વિદ્યાલય વિદ્યા સંકુલ માં વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

March 3, 2022

ગરવી તાકાત મહેસાણા:  આંબલીયાસણ સ્ટેશન બજાર શ્રી સાર્વજનિક વિદ્યાલય વિદ્યા સંકુલ માં વયનિવૃત્તિ શિક્ષક અને કર્મચારીગણ નો વિદાય સમારોહ રાજ્ય સભા સાંસદ શ્રી જુગલજી મથુરજી લોખંડ વાળા ના અધ્યક્ષ સ્થાને યોજાયો આ પ્રસંગે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ભાઈ ચૌધરી તેમજ પરમ પૂજ્ય સંત શ્રી જંગલી બાપુ તેમજ મહેસાણા એ. પી. એમ. સી .ના પૂર્વ વાઇસ ચેરમેન જોઈતારામ ચૌધરી તેમજ એ .પી. એમ .સી. ના ડિરેક્ટર શંકરલાલ પટેલ તેમજ નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શ્રી રાકેશભાઈ ગોસ્વામી એ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું

જ્યારેશાળાના વય નિવૃત્તિ શિક્ષકોનું તેમજ કર્મચારીગણ ને રાજ્ય સભાના સાંસદજુગલજી ઠાકોર દ્વારા સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડી સન્માન કરાયું હતું

જ્યારે આંબલીયાસણ કેળવણી મંડળના પ્રમુખ શ્રી વિનુભાઈ ચૌધરી દ્વારા વય નિવૃત શિક્ષકો તેમજ કર્મચારી ઓ ની સેવા બિરદાવવામાં આવી હતી આંબલીયાસણ સાર્વજનિક વિદ્યાલય મહેસાણા જિલ્લામાં વિદ્યા સંકુલ બાળકોની સંખ્યા માં પ્રથમ નંબરે આવે છે આ વિદ્યાસંકુલમાં જિલ્લાના ત્રણ તાલુકા મા થી બાળકો અભ્યાસ અર્થે આવે છે

વય નિવૃત્તિ શિક્ષકો તેમજ કર્મચારી ઓ નો આદર ભાવ તેમજ સન્માન થી પ્રભાવિત થઈ વય નિવૃત્તિ કર્મચારી તેમજ શિક્ષકો દ્વારા શાળાના તમામ બાળકોને તેમજ આમંત્રિત પધારેલા મહેમાનોને ભોજન પ્રસાદ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારેઆ પ્રસંગે વિદ્યા સંકુલ વધુ વિકાસ અર્થે માનનીય જુગલજી લોખંડ વાળા તરફ થી પોતા ની ગ્રાન્ટમાં થી ૨૫ લાખ આપવાની ઓફર કરી હતી જ્યારે દાન પ્રવાહ દ્વારા ૧૦ થી ૧૫ લાખ રૂપિયા સન્માન સમારોહમાં લોકો બોલ્યા હતા આ તમામ આયોજનનું સુપરવાઇઝર પીકે સોલંકી દ્વારા સરસ મજાનું કરાયું હતું હા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0