કડીમાં મુન્સફ કોર્ટની સામે આવેલ રીલીફ ગેસ્ટ હાઉસમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

February 28, 2022

— કડી ના હાઇવે ઉપર આવેલ રીલીફ ગેસ્ટ હાઉસમાં ઘણા સમયથી ચાલી રહ્યો હતો દેહ વ્યાપાર

— દેહ વ્યાપાર કરતી ત્રણ લલના ,માલિક,મેનેજર અને ગ્રાહક સહિત છ ઝડપાયા

ગરવી તાકાત મહેસાણા:  કડી શહેરમાં  હાઇવે ચાર રસ્તાની બાજુમાં મુન્સફ કોર્ટની સામે આવેલ રીલીફ ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વ્યાપાર ઉપર શનિવારે બપોરે કડી પોલીસે રેડ કરી ત્રણ રૂપ લલના,સંચાલક,મેનેજર અને ગ્રાહક સહિત છ ઈસમો ઝડપી પાડયા હતા.
કડી તાલુકામાં  છેલ્લા કેટલાક સમયથી ગેસ્ટહાઉસના ઓથા હેઠળ અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની માહિતીને આધારે પોલીસે કડી શહેરમાં આવેલ રિલીફ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડયો હતો પોલીસે રેડ કરી સમીર ટાયર ના ઓથા હેઠળ  રીલિફ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતા સમીર ટાયર નામની દુકાનમાં બે ઈસમો હાજર મળી આવ્યા હતા જેમની તપાસ માં તેઓ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ  બોલાવી તેમની પાસે દેહ વ્યાપાર જેવો અનૈતિક ધંધો  કરાવતા હોવાનું કબૂલ્યું હતું
ત્યાર બાદ પોલીસે ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા ત્રણ લલના અને ગ્રાહક તરીકે આવેલ ઇસમ ઝડપાયો હતો.પોલીસે  3  યુવતીઓ અને  3  યુવક ની  ધરપકડ કરી છે. કડી પોલીસ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી ને આધારે  રેડ કરવામાં આવી હતી.રીલીફ ગેસ્ટ હાઉસમાં પાડેલ દરોડામાં દેહ વ્યાપાર કરતી ત્રણ રૂપલલના,ગેસ્ટ હાઉસનો સંચાલક  મેનેજર ને ઝડપીને મોબાઈલ નંગ 4 કિ.આશરે રું.17,000/- અને રોકડ રકમ 21,400/- મળી કુલ મુદ્દામાલ 38,400 રું.જપ્ત કરી કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને આહેવાલ: જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0