ખેરાલુ APMC ચેરમેન ભીખા ચાચરીયાએ વડનગરમાં હોટલ આગળ ગેરકાનુની બાંધકામ ઉભુ કર્યુ, પોતાનુ પાપ છુપાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓને શુ ગાંધીછાપ આપે છે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખા ચાંચરીયા સામે નવિન એપીએમસીમાં ગોટાળો સામે આવ્યા બાદ વધુ એક ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં આક્ષેપ છે કે, તેમને સરકારી જમીનમાં દબાણ કરી બાંધકામ ઉભુ કરી દીધુ છે. તેઓ મોટી રાજકીય લાગવગ ધરાવતા હોઈ આજદિન આ બાંધકામ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. જેમાં વડનગર નગરપાલીકાના હદ વિસ્તારમાં હોટલના નામે આગળના ભાગે દુકાન ઉભી કરી દીધી છે. જેમાં નગરપાલીકાના લે-આઉટ પ્લાન મુજબ કેટલા મીટર માર્જીન છોડવુ પડે કેટલા મીટરની પરમીશન આપી છે તેની તપાસની માંગ ઉઠી છે. 

ખેરાલુ APMC ના ચેરમેન ભીખા ચાંચરીયાની વડનગરમાં હોટલ સંગમ અને ગેસ્ટ હાઉસની મીલ્કત ધરાવે છે.  જેમાં તેમની વિરૂધ્ધ હોટલના આગળના ભાગે ગેરકાનુની બાંધકામ કરી દીધાનો આક્ષેપ લાગી રહ્યો છે. હોટલની આગળ નાસ્તા હાઉસની દુકાન ઉભી કરી દેવામાં આવી છે. જેથી આ કથીત ગેરકાનુની બાંધકામમાં નગરપાલીકાના અધીકારીઓએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈયે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભીખા ચાચરીયાએ ખેરાલુ એપીએમસીમાં ચેરમેન તરીકે પોતાના પદનો દુરૂપયોગ કરી નવિન APMC ના નામે કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનુ ખુલ્યુ છે, જેમાં તેમને નવિન એપીએમસી બને તે  પહેલા જ જમીન ખરીદી તે જમીન પર નવિન એપીએમસી બનાવી કરોડો રૂપીયાનો ખીસ્સામાં કર્યા હતા. જેમા તેમને APMCમાં શોપ કમ ગોડાઉન ધરાવતા પ્લોટ ધારકોને મળવાપાત્ર સરકારી સહાયના રૂપીયા પણ ચાઉ કરી ગયાનો આક્ષેપ લાગ્યો હતો. જેથી આવા ભ્રષ્ટ નેતા વિરૂધ્ધ કડક પગલ ભરવા રજુઆત કરવામાં આવી છે.  

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.