ગરવી તાકાત થરાદ : થરાદના શિવનગર વિસ્તારમાં દારૂ જેવા કેફી દ્રવ્યનો વપરાશ બહુજ પુશકળ પ્રમાણમાં વધી ગયો હોવાથી વિસ્તારના
યુવા વર્ગ જેમાં ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીના પુરૂષો દેશી અને વિદેશી દારૂ પીવાની લતે ચડયા છે. તેથી પરીવારોને આર્થિક, સામાજિક, શારિરીક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તથા બાળકોના ભાવી પર માઠી અસર પડી છે અને શિક્ષણથી વંચીતતા ઉભી થઈ છે, ગરીબી અને અન્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે
યુવા વર્ગ જેમાં ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીના પુરૂષો દેશી અને વિદેશી દારૂ પીવાની લતે ચડયા છે. તેથી પરીવારોને આર્થિક, સામાજિક, શારિરીક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તથા બાળકોના ભાવી પર માઠી અસર પડી છે અને શિક્ષણથી વંચીતતા ઉભી થઈ છે, ગરીબી અને અન્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છેએમાં શિવનગર વિસ્તારના મહિલાઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે તેમજ નાની ઉંમરમાં બહેનો વિધવા બની રહી છે. તેમજ અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે.તેમજ દારૂ વેચનાર બુટલેગરો બેફામ દારૂનો વેચાણ કરે છે. ખુલ્લે આમ દારૂનો વેચાણ કરનાર વ્યક્તિઓની જો આવી પ્રવૃતિ નહી અટકાય તો મોટો ખત્તરો ઉભો થશે, તથા વહીવટી તંત્ર અને સરકારી જો તાત્કાલિક ધોરણે દારૂનો બેફામ વેચાણ બંધ નહી કરાવે તો શિવનગર વિસ્તારની હાલત દિવસો દિવસ કથળતી જશે અને જીવલેણ સાબિત થશે
શિવનગર વિસ્તાર ને સરકારશ્રી તથા આપની કચેરી દ્વારા કોઈ સુરક્ષા મળતી નથી.જે માટે થરાદ પોલીસ તંત્ર અને સરકારશ્રી તરફથી દારૂના વેચાણ પર જો પ્રતિબંધ નહી લગાવે તો વિસ્તારના રહિશો ઠેર-ઠેર પ્રદર્શન કરશે. તથા મહિલાઓની અંતર વેદના સાંભળે પોલિસતંત્ર અને સરકારશ્રી મહિલાઓના દુઃખના આસુ લુછવા કટીબધ્ધતા બતાવે તેવી માંગ કરી હતી.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ


