કલોલમા ચેઇન સ્નેચર વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તફડાવી ફરાર

April 19, 2022

ગરવી તાકાત કલોલ : કલોલ પંચવટી વિસ્તારમાં મંદિરે દર્શનાર્થે જતાં વૃદ્ધાના ગળામાંથી એક્ટિવા સવાર બે ચેઇન સ્નેચર દોઢ તોલાનો 60 હજારની કિંમતનો સોનાનો દોડી તોડીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કલોલ પંચવટી વિસ્તાર ઈફકોનગર સોસાયટીમાં રહેતાં 58 વર્ષીય ઈંદુબેન કનુભાઈ પટેલ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં અત્રેના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

— જ્યાંથી નજીકમાં આવેલ હનુમાન મંદિરે દર્શન કરવા માટે તેઓ ચાલતાં ચાલતાં જઈ રહ્યા હતા :

સાડા છ વાગ્યા દરમિયાન પંચવટી વિસ્તારની અક્ષરધામ સોસાયટીમાંથી એક સફેદ કલરના એક્ટિવા ઉપર બે ચેઇન સ્નેચર અચાનક આવ્યા હતા. એક્ટિવા ચલાવતા ઈસમે ઈંદુબેનનાં ગળામાંથી દોઢ તોલા વજનનો 60 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી લઈ એક્ટિવા ભગાવી મૂક્યું હતું.

જેનાં પગલે વૃધ્ધાએ બુમાબુમ કરીને તેમનો દોડીને પીછો કર્યો હતો. વહેલી સવારનો સમય હોવાથી એક્ટિવા સવાર ઈસમો પૂરપાટ ઝડપે નાસી જવામાં સફળ રહ્યા હતા. બનાવના પગલે અન્ય લોકો પણ થોડીવારમાં એકઠા થઈ ગયા હતા. આ અંગે વૃદ્ધાની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0