કલોલ અંબિકાનગર મુસાફરો લેવા ઉભેલી એસ.ટી બસને લકઝરીએ ટક્કર મારતાં ચારના મોત 

May 10, 2023

લકઝરીએ પાછળથી બસની ટક્કર મારતાં એસટી બસ આગળ ઉભેલા મુસાફરો પર ધસી ગઈ હતી

 શિરડીથી પરત ફરતી અમદાવાદની લકઝરી બસ સાપુતારામાં પલ્ટી જતા 38ને ઇજા

ગરવી તાકાત, કલોલ તા. 10 – ગુજરાતમાં બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગાંધીનગર અને ડાંગમા બે અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરમાં કલોલ અંબિકાનગર પાસે એસટી બસના અકસ્માતમાં ચારના મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. તો ડાંગમાં સાપુતારા માલેગાંવ ઘાટમાં ખાનગી બસની બ્રેક ફેલ થતા બસ પલટી હતી. જેમાં 38 મુસાફરોને નાનીમોટી ઈજા થઈ છે.

ગાંધીનગરના કલોલ પાસે એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસના અકસ્માતમાં ચારના મોત નિપજ્યા છે. કલોલ અંબિકા પાસે પાછળથી આવતી ખાનગી બસને ત્યાં ઉભેલી એસટી સાથે અકસ્માત સર્જાયો હતો. અંબિકા પાસે ઉભેલી એસટીને પાછળથી આવતી ખાનગી બસે ટક્કર મારી હતી. જેમાં ચાર મુસાફરો મોતને ભેટ્યા છે. ઘટના બાદ કલોલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી હતી.

મુસાફરો લેવા ઉભેલી એસટી બસને એક ખાનગી બસે પાછળથી ટક્કર મારતા જોરદાર ટક્કર સર્જાઈ હતી. પાછલી બસની ટક્કરે એસટી બસ આગળ ઉભેલા મુસાફરો પર ધસી ગઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 4 લોકોના મોત નિપજ્યા હતા. જોકે આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતના પગલે સ્થળ પણ વિચલિત કરી શકે એવા દ્રશ્યો સર્જાયા હતા. ખાનગી બસનો ચાલક પોલીસ મથકે હાજર થયો. કલોલ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

સાપુતારામાં ખાનગી બસ પલટી
ડાંગમાં સાપુતારા માલેગાંવ ઘાટમાં અકસ્માતની ઘટના બની હતી. મોડી રાતના સમયે ખાનગી બસની બ્રેક ફેલ થતા બસ પલટી ગઈ હતી. અમદાવાદના સાણંદથી નાશિક, શિરડી પ્રવાસેથી પરત ફરતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો. માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપરના વળાંકમાં બ્રેક ફેલ થઈ જતા ખાનગી બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર કુલ 56 મુસાફરો પૈકી 38 ને નાની મોટી ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત મસાફરોમાં 13 ને સામગહાન રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો અન્ય 20 મુસાફરોને આહવા સિવિલ હોસ્પિટલ અને અન્ય 5 મુસાફરોને સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0