— કડી નાયબ મામલતદાર ને આશા વર્કર્સ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદન અપાયું :
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત રાજ્ય માં ઘણા વર્ષોથી આશા વર્કર અને આંગણવાળી બહેનો દ્વારા પગાર વધારા સહિતના મુદ્દે અનેક વાર રજુઆત કરવામાં આવી છે. અને આંદોલન પણ કરવામાં આવ્યા છે. તો પણ આજ દિન સુધી તેઓના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી જેથી આજે મુખ્ય સેવિકા ,આંગણવાળી બહેનો,આશા વર્કર ભેગા મળી ને પડતર પ્રશ્નો ઉકેલવા માટે કડી કરણનગર રોડ ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
આશા વર્કરો દ્વારા આવેદનપત્રમાં વડાપ્રધાને મનકી બાતનાં કાર્યક્રમમાં , કોરોનાં રસીકરણનાં ૧૦૦ કરોડનાં લક્ષ્યાંકમાં પ
હોંચવા માટે આરોગ્ય વર્કરો– આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોની દિલથી પ્રસંશા કરી પરંતુ ગુજરાતમાં આ આશાવર્કર અને ફેસીલીએટર અર્બન બહેનોને નિયમીત રીતે ઈન્સેન્ટીવ ચૂકવાતા નથી, દિવસ આખાની સતત કામગીરી છતાં લધુતમ વેતન પણ અપાતું નથી. આ સામે ગુજરાતની 40હજાર થી વધુ આશા વર્કર અને ફેસીલીએટર અર્બન બહેનોમાં ભારે રોષ છે.સરકારની અન્ય યોજનાઓની કામગીરી પણ આજ બહેનો કરે છે. તમામ પ્રકારના સર્વેની કામગીરી પણ આજ બહેનો સંભાળે છે. સુવાવડથી માંડી રોગચાળા સમયે ઉભા પગે કામગીરી કરે છે.

સરકારના પરિપત્ર મુજબ તો આશા વર્કરે ” અઠવાડીયામાં પાંચ દિવસ રોજનાં બે કલાક તેમની અનુકુળ સમયે કામગીરી કરવાની છે. પરંતુ હકીકત તદન ઉલ્ટી છે. આશા વર્કર અને ફેસીલીએટરે સાંજે પાંચ સુધી સતત દિવસ રાત જોયા વિના અને રજાઓ પાળ્યા વિનાં આ બહેનો કામગીરી બજાવે છે. છતાં તેઓને ફિક્સ વળતર તો માસીક રૂા. 2000/- જ અપાય છે. બાકી કામગીરી પ્રમાણે વધુ રૂપિયા 1500 થી 2000 કોઈ મહિનામાં અનિયમિત ચૂકવાય છે.આ ઉપરાંત તેઓની માંગણી છે કે વર્તમાન સમયની મોંઘવારીને લક્ષમાં લેતા તથા લાંબા સમયની પૂર્વ દિવસની કામગીરી ધ્યાનમાં લેતા તેઓને વર્ગ-૩ અને ચારનાં કર્મચારી ગણવા જોઈએ.
ફેસીલીએટર બહેનોને ડ્રેસ સાડી આપવાની ર૦૧૯ ના બજેટમાં જાહેરાત કરાયેલ- આજની તારીખ સુધીમાં આપવામાં આવેલ નથી. તે તાકીદે આપવામાં આવે. સમાજ સુરક્ષાના લાભો જેવાકે પેંશન, ગ્રેજ્યુએટી, પ્રો. ફંડ, ઈ.એસ. આઈ. યોજનાના લાભો આપવા સહિતના મુદ્દાને લઇને કરી નાયબ મામલતદાર નગીન લશ્કરિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી