કડી નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિની વ્યાજખોરો સામે દાખલા રૂપ કાર્યવાહી:- 3 વ્યાજખોરો ના જામીન ના મંજૂર કર્યા….

May 5, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવાર ના લોકો આત્મહત્યા જેવા પગલા ભરતા હોય છે.અને આવા વધતા બનાવને લઈને સરકારે હવે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે પોલીસે હવે વ્યાજખોરો સામે લાલ આંખ કરી કાર્યવાહી શરૂ કરી છે. તેમ જ વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામાં આવતી હોય છે.

-> મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરો :- સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અને પોલીસ દ્ધારા આ વ્યાજખોરો ને ગણતરી ના દિવસોમાં ઝડપી પાડી ને જેલ ભેગા પણ કરી નાખવા માં આવ્યા હતા. પરંતુ આરોપીઓ જેલ મુક્ત થવા માટે કોર્ટે માં જામીન માટે અરજી કરવામાં આવેછે. પરતું કડી નાયબ પોલીસ અધિક્ષક કડક વલણ અપનાવી ને આવા તત્વો સામે લાલ આંખ કરી છે અને જરૂરી ઇન્વેસિટગેશન કરી ને તેની જામીન ના મંજૂર કરાવાયા છે. મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે ગુ. ર. નં.11206077260037/2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 108,351(2),351(3),54 ધ મની લેન્ડર એક્ટ સને – 2011 ની કલમ 40,42 એ મુજબનો ગુન્હો તારીખ 1-3-2026 ના રોજ દાખલ કરવામાં આવે છે. જેમાં ફરીયાદી હસમુખભાઈ ડાહ્યાભાઈ પટેલ રહે. રણેલા, બેચરાજી તેમના દીકરા સંદીપ પટેલ ઉંચા વ્યાજે પૈસા લીધા હતા.

અને આરોપીઓ પઠાણી ઉઘરાણી વારવાર કરતા હતા અને ધાક ધમકી, જાન થી મારી નાખવાની ધમકીઓ, આત્મહત્યા કરવા મજબૂર કરી અવાર નવાર ફોન ઉપર ધમકીઓ આપવામાં આવતી હતી જેને પગલે ફરીયાદી ના દીકરાએ સંદીપ પટેલે કંટાળી ને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જેના પગલે મરણ પામેલ દીકરા ના પિતાએ મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરાવયો હતો. વ્યાજખોરો આરોપી 1. યુવરાજસિંહ સોલંકી 2. રાઘુભા ઉર્ફે શકિત મંગાજી સોલંકી 3 પ્રકાશસિંહ સોલંકી રહે તમામ બેચરાજી આ ત્રણ ઈસમોએ ઉંચા વ્યાજે પૈસા આપી ને વારવાર ફરીયાદી ના દીકરા ને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી અને જેની સમગ્ર તપાસ કડી નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ કરી રહ્યા હતા અને આ ગુન્હા ને ગંભીરતા સમજી ને ગુન્હા માં મજબૂત પુરાવા તથા ઇન્વેસ્ટિગેશન કરી ને ડો. હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક કડી વિભાગ કડી નાઓએ કરી તા.૨૦/૦૪/૨૦૨૬ ના રોજ નામદાર કોર્ટમાં આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરેલ હતુ.

આ કામે આરોપીઓએ નામદાર સેશન્સ કોર્ટ મહેસાણા ખાતે ક્રિમીનલ પરચુરણ અરજી નં.૫૦૯/૨૦૨૬ થી આફ્ટર ચાર્જશીટ જામીન અરજી મુકતાં નામદાર બીજા એડી.સેશન્સ જજ શ્રી મહેસાણા કોર્ટ નાઓએ તપાસ કરનાર અધિકારીશ્રી હાર્દિક પ્રજાપતિ તથા એ.પી.પી.શ્રી પી.કે.દવે નાઓની દલીલો સાંભળી ત્રણેય આરોપીના જામીન ના-મંજુર કર્યા હતા. આમ પોલીસના મજબૂત ઇન્વેસ્ટિગેશન અને સરકારી વકીલોની દલીલોને માન્ય રાખીને કોર્ટે વ્યાજખોરોના જામીન અરજી રદ કરતા વ્યાજખોરો ના ધંધા સાથે સંકળાયેલા તત્વો ની ઊંઘ હરામ કરી દેવામાં આવી હતી.કડી ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીની નવીન કચેરી બન્યા બાદ પોલીસે વ્યાજ ખોરો ઉપર સકંજો કસી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો પ્રજામાં સંદેશ આપી વ્યાજ વટાવની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર પ્રભાવ પડે તેવી કામગીરી નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ દ્ધારા કરવામાં આવતા વ્યાજખોરો ની પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0