રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના પ્રયાસોથી રેલ્વેથી એક મહિલાને 8.42 લાખની સહાય મળી હતી. મહિલાનો રેલ્વે અકસ્માતમાં હાથ કપાઈ જતા કેસ ચાલતો હતો. જેમાં સાંસદના પ્રયાસોથી પીડીતાનો 19 વર્ષથી ચાલતા કેસનુ નિરાકરણ આવ્યુ હતુ.
વર્ષ 2001 માં રેખાબેન દંતાણી તેમના પીતા સાથે રેલ્વે લાઈન ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમના હાથ કપાઈ ગયા હતા. આ કેસમાં રેલ્વે તરફથી આત્મહત્યાની દલિલો કરવામાં આવી રહી હતી. પંરતુ ટ્રાયલ કોર્ટે પીડીત મહીલાના તરફેણમાં ચુકાદો આપી વ્યાજ સહીત 8.42 લાખ રૂપીયા ચુકવવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો – જાતીવાદી ઝકડન : દલીત યુવકની પોતાના ભાઈ સાથે મીત્રતા નાપસંદ હોવાથી કરી નાખી હત્યા
મહિલાનો કેસ જે વકીલ લડી રહ્યા હતા તે વિક્રમભાઈ વ્યાસે મહિલાના પક્ષમાં 4.50 લાખ રૂપીયાનુ કમ્પેશેશનનો ચુકાદો લાવ્યાહતા. પરંતુ કોઈ કારણોસર પીડીતાને આ રૂપીયા નહોતા મળી રહ્યા જેથી તેમને સાસંદ જુગલજી ઠાકોરનુ આ તરફ ધ્યાન દોરતા તેમને રેલ્વે મંત્રી પીયુશ ગોયલને રજુઆત કરતા તેમને આ સમષ્યાનુ સમાધન લાવી ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખી વ્યાજ સહીત 8.42 ચુકવાયા હતા.