— કડી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને અલગ અલગ સોસાયટી ના લોકોએ કરી રજુઆત :
ગરવી તાકાત મહેસાણા : કડી કરણનગર રોડ ઉપર વિકાસ ખુજ જ પ્રમાણ વધી રહ્યો છે ત્યારે ત્યાં રહેવાસીઓ પણ મો
ટી સંખ્યામા લોકો આજુ બાજુ ના ગામડા ના લોકો તથા અન્ય લોકો પણ ત્યાં રહેવા માટે લોકો બંગ્લોઝ કે ફ્લેટ માં આવતા હોય છે ત્યારે મોટા પ્રમાણમાં બિલ્ડરો દ્ધારા અલગ અલગ જગ્યાએ બંગ્લોજ કે ફ્લેટ નું બાંધકામ કરવામાં આવતું હોય છે.

કડી કરણનગર રોડ ઉપર આવેલ લેવિસ ફ્લેટ બની રહ્યા છે. આજુ બાજું માં નાની મોટી સોસાયટી ના અન્ય પણ રસ્તાઓ આવેલ હોવાને કારણે નિયમ પ્રમાણે ચોક્કસ માપ છોડી ને અન્ય બીજો રસ્તો બનાવવાની સરત હતી પણ તે ના મૂકતા ત્યાં ના સ્થાનિકો ને તકલીફ માં મૂકતા બિલ્ડર સામે રોષે ભરાયાં હતાં.
લેવિસ ફ્લેટ ના બિલ્ડરે તેના દરવાજો કોમન રોડ ઉપર ઢાળ સાથે મૂકી અને જેની શરત પ્રમાણે 12 મીટર નું અંતર છોડી કાયદેસરનો રસ્તો મૂકી આપવાની શરત કરવામાં આવી હતી.અને આ શરત વિરૂદ્ધ જઇને રસ્તો બનાવેલ છે અને આ રસ્તા ના કારણે ત્યાં ની આજુ બાજુમાં આવેલ સોસાયટી ના દરેક રહેવાસીઓ ને ત્યાંથી નીકળવું અને ત્યાંથી આવતા બાળકો ને નીકળવું પણ અક્સ્માત નો ભય જોવા મળી રહ્યો છે
જેના કારણે ત્યાં ના રહેવાસીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે જેના કારણે સોસાયટી ના લોકો ભેગા થઈ ને કડી નગરપાલિકાના ચીફ ઓફિસર ને રજુઆત કરવામાં આવી હતી અને આ રસ્તા નું યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો સમગ્ર સોસાયટી ના લોકો ભેગાં મળીને આગળ ની કાર્યવાહી કરીશું જેવી ચીમકી આપવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી