IPL 2021 : KKR તેના ત્રણ પ્લેયર્સના કારણે ત્રીજો ખીતાબ જીતવામાં નિષ્ફળ ગઈ !

October 16, 2021
KKR

IPL 2021ની ફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKએ KKRને 27 રનથી હરાવી હતી. આ સાથે, CSKએે તેનો ચોથો આઇપીએલ ખિતાબ પણ જીત્યો. જાે કે, બીજી બાજુ KKR પોતાનો ત્રીજાે ખિતાબ જીતવાથી ચૂકી ગઇ. KKRને તેની ટીમના ઘણા ખેલાડીઓને કારણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


KKRના ત્રણ ખેલાડીને કારણે KKRનો પરાજય થયો છે તેમાં લોકી ફર્ગ્યુસન છે આ ખેલાડીના કારણે તેણે ટીમ માટે મોટી મેચ જીતી હતી. પરંતુ KKRનો આ સૌથી મોટો મેચ વિનર પણ અંતિમ મેચનો સૌથી મોટો વિલન બન્યો. પરંતુ મહત્વની મેચમાં ફર્ગ્યુસને 4 ઓવરના પોતાના ક્વોટામાં 56 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી ન હતી. આ કારણે CSK મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યો અને અંતે KKRને મેચ હારવી પડી.

નીતીશ રાણા હારનો બીજાે ખલનાયક તેમની જ ટીમના મિડલ ઓર્ડર બેટ્‌સમેન નીતિશ રાણા હતા. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે કેકેઆરને સારી શરૂઆત આપી હતી. પરંતુ જ્યારે અય્યર આઉટ થયો ત્યારે રાણા પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે KKR ને આ મેચમાં પડવા નહીં દે. પરંતુ આ બેટ્‌સમેન કંઈ પણ કર્યા વગર શાર્દુલ ઠાકુરના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. યુએઈ લેગમાં રાણાએ કંઈ ખાસ કર્યું ન હતું અને તેણે ફાઇનલમાં પણ આ ક્રમ ચાલુ રાખ્યો હતો.

KKRની હારમાં ત્રીજાે સૌથી મોટો ખલનાયક બીજાે કોઈ નહીં પણ તેમનો પોતાનો કેપ્ટન ઈઓન મોર્ગન હતો. મોર્ગને સમગ્ર આઈપીએલ 2021 માં એવી ઈનિંગ રમી ન હતી જેનાથી તેની ટીમને ફાયદો થાય. જાે આ ખેલાડી ટીમનો કેપ્ટન ન હોત તો તેને અત્યાર સુધીમાં ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યો હોત. ફાઇનલમાં પણ જ્યારે તેની ટીમે તેની પાસેથી સારી ઇનિંગ્સની અપેક્ષા રાખી, ત્યારે તે માત્ર 4 રન બનાવીને આગળ વધ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0