રાહુલ દ્રવિડ આગામી ભારતીય કોચ બનશે. આ અંગે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ અંતે તે તમામ અટકળો સાબિત થઈ હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ દ્રવિડને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની ઘર આંગણાની શ્રેણી માટે વચગાળાનો કોચ બનાવવાની વાત કરશે. ટી-20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફ અલગ-અલગ રસ્તા અપનાવશે, પરંતુ બોર્ડને સમજાયું છે કે, નવા કોચની શોધમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે અને તેથી દ્રવિડ જેવા અનુભવીને થોડા સમય માટે વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવા પડી શકે છે.
સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, કેટલાક ઓસ્ટ્રેલિયન કોચે નોકરીમાં રસ દાખવ્યો છે, પરંતુ બીસીસીઆઈ આ માટે ઉત્સુક નથી. કારણ કે, તેઓ આ ભૂમિકા માટે ભારતીય ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એવી પણ વાત હતી કે, ટોમ મૂડી પણ દિલથી ભારતીય ટીમને કોચિંગ આપવા આતુર છે. જાે કે, શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન બીસીસીઆઈએ સારા પરિણામો જાેયા છે અને કોઈ વિદેશી કોચની જરૂર નથી. તેથી BCCI દ્રવિડને ભારતીય ટીમના પૂર્ણકાલીન કોચ બનવા ઈચ્છતું હતું, પરંતુ તેમણે ઘણા પ્રવાસ ન કરવા માંગતા હોવાથી તેમણે ના પાડી દીધી છે.
દ્રવિડ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીનો હવાલો સંભાળે છે. ભારતીય બોર્ડે બાદમાં થોડા વધુ કોચનો સંપર્ક કર્યો પરંતુ હજૂ સુધી તેમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. બીસીસીઆઈએ કોચ માટે સત્તાવાર રીતે કોઈ જાહેરાત આપી નથી, પરંતુ તે ટીમમાં ફિટ થઈ શકે તેવા ઉમેદવારની શોધમાં છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ જાહેરાત પોસ્ટ કરતા પહેલા સંભવિત ઉમેદવારોની ઉપલબ્ધતા શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીસીસીઆઈના એક અધિકારીએ જાહેરાતમાં વિલંબનું કારણ સમજાવતા જણાવ્યું કે, અમે ઇચ્છતા હતા કે, જે ઉમેદવાર કોચ માટે સૌથી યોગ્ય લાગે તે પહેલા કામ કરવા માટે સંમત થાય. અમે એવી પરિસ્થિતિ નથી ઈચ્છતા કે જ્યાં અમને અરજીઓ મળે, પરંતુ એક આદર્શ ઉમેદવાર કોઈ ન મળે. તે બોર્ડ અને ઉમેદવારો માટે પણ શરમજનક હશે. તેથી પહેલા યોગ્ય ઉમેદવાર શોધવો વધુ સારું રહેશે, ત્યાં સુધી દ્રવિડ વચગાળાના કોચ બની શકે છે.બોર્ડે શરૂઆતમાં ન્યુઝીલેન્ડ શ્રેણી સુધી શાસ્ત્રીને ચાલુ રાખવાની વિનંતી કરવાની શક્યતા પર વિચાર કર્યો હતો, પરંતુ તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. જ્યારે મુખ્ય ટીમ ઇંગ્લેન્ડમાં રમી રહી હતી, ત્યારે દ્રવિડે શ્રીલંકામાં બીજી લાઇનની ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. ભારતને ટી-20 વર્લ્ડ કપ બાદ તરત જ ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ અને ત્રણ ટી20 મેચ રમવાની છે.રવિ શાસ્ત્રી બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ ટી ૨૦ વર્લ્ડ કપ બાદ સમાપ્ત થાય છે. ભારતીય ટીમના ટ્રેનર નિક વેબ પણ ટી-20 વર્લ્ડ કપ બાદ નિવૃત્ત થશે.