વરવાડા ખાતે શ્રી ભારદ્વાજ ગોત્ર પરિવાર ચામુંડા કુળદેવી ટ્રસ્ટમંડળ દ્વારા આયોજીત 43 મા પાટોત્સવમાં ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

October 28, 2023

શ્રી ભારદ્વાજ ગોત્ર પરિવાર ચામુંડા કુળદેવી સેવા મંડળ દ્વારા 43 મા પોટાત્સવની ઉજવણી વરવાડા ચામુંડા માતાજી ધામ ખાતે કરવામાં આવી

બલવંતસિંહ રાજપૂતે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી

ગરવી તાકાત, મહેસાણા તા. 28- શ્રી ભારદ્વાજ ગોત્ર પરિવાર ચામુંડા કુળદેવી સેવા મંડળ દ્વારા 43 મા પોટાત્સવની ઉજવણી વરવાડા ચામુંડા માતાજી ધામ ખાતે કરવામાં આવી હતી.  આ પ્રસંગે ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બલવંતસિંહ રાજપૂતે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ પાટોત્સવ તથા યજ્ઞના દાદાતશ્રી હાર્દિક દીલીપભાઇ જનાર્દન દવે દ્વારા સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરાયો હતો. બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે મારા માટે આનંદનો દિવસ છે.

આ પવિત્ર ભૂમિ ઉપર આવવાનો મોકો મળ્યો છે તેનો વિશેષ આનંદ છે. ધર્મની ભાવના સાથે રાષ્ટ્ર મહાસત્તા બનવા જઇ રહ્યું છે. દેશના નાગરિકોની સુખ,શાંતિ અને સલામતી માતાજીને પ્રાર્થના કરૂ છું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નીતાબને નગરપાલિકા પ્રુખ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર,પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અજીતભાઇ મારફતીયા, સંસ્થાના પ્રમુખશ્રી મણીલાલ આર જોષી,ઉપપ્રુખશ્રી અરવિંદભાઇ શુક્લ અને મંત્રીશ્રી દેવેન્દ્રભાઇ દવે સહિત કાર્યવાહક મંડળ ઉપસ્થિત રહ્યું હતું,

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0