ગ્રામજનોની વ્યસનમુક્તિ માટેની પહેલ ; વાવનાં તીર્થગામમાં દારૂ વેચનાર-પીનારને ₹11,000 દંડ થશે…

December 2, 2025

-> વાવ પોલીસને દારૂબંધીનો કડક અમલ થાય એ માટે ગ્રામજનોએ કાર્યવાહીની વિનંતી કરી :

-> સરહદી વિસ્તારમાં લોકજાગૃતિ થકી ગ્રામજનો સાથે મળીને ગામમાંથી દારૂની બદીને ડામી રહ્યાં છે :

ગરવી તાકાત બનાસકાંઠા : વાવ તાલુકાના તીર્થગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી અને વ્યસનમુક્તિ માટે એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામલોકોએ સર્વસંમતિથી દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કડક ઠરાવ પસાર કર્યો છે. ગ્રામજનો દ્વારા તાજેતરમાં જ ગ્રામસભામાં નિર્ણય લેવાયો કે ગામમાં દારૂનું વેચાણ કરનાર કે તેનું સેવન કરનાર કોઈપણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં. આવા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને લેખિત જાણ કરવામાં આવી છે.

પંચાયતે પોલીસને ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.આ ઠરાવ અંતર્ગત, જો કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતો કે પીતો પકડાશે, તો તેને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમનો ઉપયોગ ગામની હાઈસ્કૂલ અથવા ગ્રામ પંચાયતના અન્ય સારા કાર્યોમાં કરવામાં આવશે. ગામલોકોએ સ્વેચ્છાએ સંકલ્પ લીધો છે કે જો દારૂનું વેચાણ કે સેવન ચાલુ રહેશે, તો તેમને જનતા રેડ કરવાની ફરજ પડશે. સરપંચ અને પંચાયતની આખી બોડીએ આ પહેલ કરી છે.

અને પોલીસ વિભાગને સાથ સહકાર આપવા અપીલ કરી છે.ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર, ગામમાં દારૂના કારણે ભયંકર સામાજિક પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં નાના બાળકો મા-બાપ વિનાના થયા છે અને વિધવા બહેનોની સંખ્યા વધી છે. આ મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને દારૂબંધીનો નિર્ણય લેવાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં દારૂની બદીને ડામવા માટે સ્થાનિક ગ્રામજનો આગળ આવી રહ્યાં છે અને ગ્રામજનો અને જાગૃત નાગરિકો સાથે મળીને દારૂની બદીને દૂર કરી વ્યસન મુક્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી રહ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0