ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં ચોરીની એક ઘટના સામે આવી ગુરુકુળ રોડ પર આવેલી આદિનાથ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 89,000 રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની મકાન માલિક રતિલાલગીરી બંડુગીરી ગૌસ્વામી તેમના પત્ની અને બાળકો સાથે ગત 25 નવેમ્બર, 2025ના રોજ કુટુંબી બહેનના ભાણિયાના લગ્ન પ્રસંગમાં સુરત ગયા.
![]()
આ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ બંધ મકાનના મુખ્ય દરવાજાની જાળીનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ તિજોરીનું લોક તોડી અંદરથી 40,000 રૂપિયા રોકડા, 4 નંગ ચાંદીની લકી, 2 જોડ ચાંદીની શેરો, 2 જોડ ચાંદીની હાથની કડલીઓ, ચાંદીના કડા, ચાંદીનો દોરો, સોનાની બુટ્ટી અને સોનાનો ઓમ સહિત કુલ 89,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો આ ચોરીની જાણ ગત 30 નવેમ્બર, 2025ના રોજ થઈ,

જ્યારે સોસાયટીમાં રહેતા પરમાર ઇન્દ્રવદન અશોકભાઈએ રતિલાલગીરીને ફોન કરીને મકાનનો દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું રતિલાલગીરી 1 ડિસેમ્બરે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે મકાનની જાળી ખુલ્લી દરવાજાનો નકૂચો તૂટેલો અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો તિજોરી પણ તૂટેલી હાલતમાં આ બનાવ અંગે રતિલાલગીરી ગૌસ્વામીએ વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી.


