પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક પ્રાયોગિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું…

December 2, 2025

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક પ્રાયોગિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું આબુરોડ તરફથી આવતા ભારે વાહનોને હવે જગાણા થઈને અમદાવાદ તરફ વાળવામાં આવી રહ્યા જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વહીવટી તંત્ર માટે પડકારરૂપ રહી આ સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો છતાં કોઈ કાયમી હલ મળ્યો ન તાજેતરમાં, જિલ્લા પોલીસ વડાએ એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું આ નિરીક્ષણ બાદ તેમણે રાજસ્થાન તરફથી આવતા ભારે વાહનો માટે પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવાનો નિર્ણય લીધો આ પ્રયોગ અંતર્ગત, આબુરોડથી આવતા તમામ ભારે વાહનોને પાલનપુરના એરોમા સર્કલ પરથી પસાર થવાને બદલે જગાણા થઈને સીધા અમદાવાદ તરફ મોકલવામાં આવી રહ્યા.

આ ડાયવર્ઝન લાગુ પડ્યા પછી, પાલનપુરના એરોમા સર્કલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં દિવસભર રહેતી ટ્રાફિકની ભીડમાં મોટો સુધારો જોવા મળ્યો જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, આ એક પ્રાયોગિક પગલું આ પ્રયોગના પરિણામોના આધારે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના કાયમી ઉકેલ અંગે નિર્ણય લેવામાં આવશે આ અંગે એડવોકેટ જસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પાલનપુર શહેરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા એક જૂનો, પેચીદો પ્રશ્ન તેના અનુસંધાને તાજેતરમાં વહીવટતંત્રે એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવું થાય તે માટે વાહનો ડાયવર્ટ કરવામાં આવેલ તે માટે હું વહીવટતંત્રને અભિનંદન પાઠવું પરંતુ પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિના દ્વારા અમે 2022થી આંદોલન ચલાવ્યું.

અને વચ્ચે નામદાર કલેક્ટર દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડ્યું અને એ જાહેરનામું પ્રજા માટે એમ કે આશીર્વાદરૂપ સાબિત થયું તો અમારી અત્યારે એક શહેરના જાગૃત નાગરિક તરીકે એ ડિમાન્ડ કે જે આ જાહેરનામું છે એ જો જ્યાં સુધી એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવી ન થાય, ત્યાં સુધી જો લંબાવવામાં આવે તો પ્રજાના હિતમાં રહેશે અને એ માત્ર પાલનપુર શહેર નહીં, સમગ્ર જિલ્લાની જનતા માટે આ જે ટ્રાફિક સમસ્યાથી જે પ્રજા ત્રસ્ત થઈ રહી તેમાંથી ચોક્કસ છુટકારો મળશે. એટલે વહીવટતંત્ર આ બાબતે જરૂર વિચારે અને આ ટ્રાફિકનું સમસ્યાનું જે ડાયવર્ઝન આપ્યું એ કાયમી ધોરણે કરવામાં આવે તો એનાથી કોઈને નુકસાન નથી, ઉલટાના પબ્લિકના ફાયદામાં તો અમારી એક આ જાગૃત નાગરિક તરીકેની શહેરના હિતમાં આ રજૂઆત ધ્યાને લે એવી મારી એક વિનંતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0