ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો નવાવાસ વિસ્તારમાં રહેતા મનસુરી મહેબુબભાઇ નુરમહંમદ વિરુદ્ધ તેમની પત્ની ઝરીનાબેને પોલીસ ફરિયાદ નોંધાવી ઝરીનાબેન મનસુરી સાથે મહેબુબભાઇનાં લગ્ન 1987માં વડનગર તાલુકાના બાદરપુર ગામમાં થયા લગ્ન બાદ તેમને બે દીકરા અને એક દીકરી પતિ કોલેજમાં લેક્ચરર હોવાની સાથે ટ્યુશન ક્લાસ પણ ચલાવતા.

ટ્યુશન ક્લાસની દુકાન માટે પતિએ પત્ની ઝરીનાબેનના પિયરમાંથી એક લાખની માંગણી કરી ઝરીનાબેને તેમના પિતા પાસેથી 50 હજાર રૂપિયા લાવી આપ્યા ત્યારબાદ ઝરીનાબેનના પતિએ અમદાવાદમાં ટ્યુશન ક્લાસ માટે જગ્યા લેવા પાંચ લાખ રૂપિયાની માંગણી કરી ઝરીનાબેન સાથે મારઝૂડ કરી. આ ઉપરાંત પતિએ ઝરીનાબેનને સ્પોકન અને કરાટે ક્લાસ માટે રોજ પાંચ બાળકો લાવવાની જવાબદારી સોંપી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.

ત્યારબાદ ઘરમાંથી કાઢી મૂકતા ઝરીનાબેન છેલ્લા બે મહિનાથી તેમના ભાઈના ઘરે રહેતા. 8 જૂન 2025ના રોજ સમાધાન માટે બોલાવ્યા બાદ ભાઈની હાજરીમાં જ ઝરીનાબેન સાથે પતિએ મારઝૂડ કરી ત્રણ વાર તલાક બોલ્યા હતા. આ ઘટના બાદ ઝરીનાબેને વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


