વાવ-થરાદ જિલ્લામાં LCBએ દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી…

July 16, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં એલ.સી.બી. પોલીસે દારૂની હેરાફેરી કરતા એક બુટલેગર સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાયની પ્રવૃત્તિઓ રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પાલનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ. અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના.

આદેશથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ ગુનાઓમાં જેલમુક્ત થયેલા આરોપીઓ ફરીથી આવી પ્રવૃત્તિઓ ન આચરે તે સુનિશ્ચિત કરવા માટે એલ.સી.બી. વાવ-થરાદ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂરી આપી વોરંટ ઇસ્યુ કરતા, પોલીસ ટીમોએ ભાભરની ચંદ્રલોક સોસાયટીના રહેવાસી આરોપી શાહીલ મુસ્તુફા ઘાંચીની અટકાયત કરી.

આરોપીને રાજપીપળા જેલ ખાતે મોકલી આપવા માટે ભાભર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એ.પી. ચૌધરી સાથે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ લક્ષ્મણભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર ગણપતભાઈ, વિષ્ણુજી સાંમતાજી, રવજીભાઈ ગંગારામભાઈ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ માધાભાઈ, અશોકભાઈ દલરામભાઈ, ધર્મેન્દ્રસિંહ નાનુભા અને નરભેરામ વખતરામ જોડાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0