પાલનપુર તાલુકાના ગઢમાં તલાટી દાખલામાં સહી ન કરી આપતા હોવાનો વિડીયો વાયરલ થયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— મીડિયાને બોલાવી લો હુ કોઇથી ડરતો નથી તેવા શબ્દોનો ઉપયોગ કરાયાના આક્ષેપ :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના ગઢ ગામે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ગિરીશભાઇ જેગોડા દ્વારા દાખલામાં સહી કરવાની સ્પષ્ટ ના પાડી દઈ મીડિયાને બોલાવી લો અને થાય તે કરી લો તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે અને સમગ્ર મામલાનો વીડિયો વાઈરલ થયો છે.
બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની મનમાની અવાર નવાર સામે આવતી હોય છે. જેમાં તલાટી કમ મંત્રીઓ સમયસર હાજર ન રહેતા હોવાથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી તલાટીઓ સમયસર હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે આ વચ્ચે પાલનપુરના ગઢ ગામે તલાટી કમ મંત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે તેમાં એક અરજદાર સહી કરાવવા જાય છે.
ત્યારે સહી નહી કરી આપુ તેવા શબ્દોનો પ્રયોગ કરી તલાટી કમ મંત્રી જાણે મનમાની કરી રહ્યા હોય તેવું વીડિયોમાં જણાઈ રહ્યું છે ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કેવા પગલા ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.