મજાદર પાટિયા પાસે શ્રીરામ હોટલ આગળ બે કરોડ સોનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર

ગરવી તાકાત, પાલનપુર તા. 07 – અમદાવાદ પાલનપુર હાઇવે મજાદર પાટિયા પાસે શ્રીરામ હોટલ આગળ આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી અંદાજે બે કરોડના સોનાના દાગીનાની લૂંટ ચલાવી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા જેને લઇ ભોગ બનનાર આંગડિયા પેઢીનો કર્મચારીએ પોલીસને જાણ કરી હતી ત્યારે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી કૂટે ના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે મજાદર પાટીયા પાસે આવેલી શ્રીરામ હોટલ આગળ લૂંટનો બનાવ ત્રીજી વખત બન્યો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.


