વરસાદ બાદ રાજ્યના અનેક રસ્તાઓની હાલત ખરાબ, રોડમાં પડેલા ખાડાથી જનતા પરેશાન

September 7, 2024

ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓના રોડ રસ્તાઓની પણ ખખડધજ હાલત છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત સાબરકાંઠાના રોડ રસ્તાઓની બિસ્માર હાલત

ગરવી તાકાત, મહેસાણા તા. 07 – ગુજરાતીઓને વરસાદમાં મુશ્કેલી, વરસાદ પછી પણ મુશ્કેલી…પહેલા રોડ પર પાણી હતા અને હવે રોડ પર ખાડા છે…એવા ખાડા કે જે વાહનચાલકોને દિવસે ડાન્સ કરાવે છે અને રાત્રે અકસ્માતને નોંતરે છે…રાજ્યનું પાટનગર હોય કે પછી આર્થિક પાટનગર…રોડ પર ખાડા જ ખાડા છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓના રોડ રસ્તાઓની પણ ખખડધજ હાલત છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત સાબરકાંઠાના રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે જેને પગલે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

Instead of repairing the Matar-Tarapur road, there is a lot of trouble for  the motorists due to the bumpy road, and the possibility of causing an  accident. | હાઈવેનું તત્કાલ સમારકામ કરવા

ધોળા દિવસે ડિસ્કો કરવો હોય અને મફતમાં રાઈડની મજા માણવી હોય તો દેશવાસીઓ તમારે પાટનગર ગાંધીનગર આવવું પડશે…હાં ખાડાનગર ગાંધીનગરમાં…અહીં વાહનચાલકોના મણકાં તુટવાની અને કમર ભાંગવાની ગેરંટી છે…સાથે જ હાડકાં તો ભાંગીને ભૂકો થઈ જશે…કારણ કે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાડાનગર બની ગયું છે…જ્યાંથી રાજ્યનું સંચાલન થાય છે ત્યાં જ જો આવી સ્થિતિ હોય તો પછી અન્ય શહેરો કે ગામની તો વાત જ ન કરી શકાયને ?.

મહેસાણામાં શહેરના આંતરિક રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે. અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે…રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે. પણ અધિકારી હોય કે પદ્દાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં…કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી…જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે.

Surat : કોર્પોરેશનની હાલત બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી, રસ્તાઓ પર પાછા  મસમોટા ખાડા પડતા પાલિકાના માથે માછલાં ધોવાયા - Gujarati News | Surat: Huge  potholes hit ...

ખાડા અને સાવ બિસ્માર થઈ ગયેલા રોડના દ્રશ્યો જોઈ એ તો સ્પષ્ટ થાય છે કે આમાં તગડી કાળી કમાણી અધિકારીઓ અને સત્તાધીશોએ કરી છે…ટેબલ નીચેના મોટા વ્યવહારો થયા છે…જો બધુ જ નિયમ મુજબ થયું હોત તો આ રોડની ગુણવત્તા સામે સવાલ ન ઉઠતાં…ખેર, ખરાબ રોડના રિપેરિંગ અને વૈકલ્પિક રસ્તા બનાવવાની પણ નગરપાલિકાને હજુ સુધી દરકરાર નથી લીધી. શહેરીજનોએ આ ખખડેલા અને કમર તોડનારા રોડની અનેક ફરિયાદો કરી છે…પણ નાગરિકોને સાંભળે કોણ?…નગરપાલિકા એવું માની રહ્યું છે કે પ્રજા તો માત્ર ટેક્ષ આપવા જ બંધાયેલી છે…પ્રજાને સુવિધા માંગવાનો કોઈ જ અધિકાર નથી…અમે જે કરીએ તે કરવા દેવાનું…અને અમે જે આપીએ તે લઈ લેવાનું…કોઈ જ માંગણી નહીં કરવાની.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0