ગરવી તાકાત મહેસાણા : ખેરાલુના મુક્તિધામ નજીક છાપરાં પાસે 3 વર્ષ અગાઉ સમાધાન પેટે માગેલા પૈસા નહીં આપવા બાબતે દંપતી પર થયેલ જીવલેણ હુમલામાં મહિલાનું મોત થયું હતું. જે કેસ વિસનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હુમલો કરનારા શખ્સને આ જીવન સખત કેદની સજા અને રૂ.20 હજાર દંડ ફટકાર્યો. એક શખ્સને શંકાનો લાભ આપી છોડી મૂકયો.

ખેરાલુ શહેરના મુક્તિધામ નજીક છાપરામાં રહેતા ઠાકોર ઇશ્વરજી તલાજીના ઘર આગળ 10 સપ્ટેમ્બર 2022ના રોજ ખારીકુઇ વિસ્તારમાં રહેતો પટવા દિપક કિર્તીભાઇ જાહેરમાં શાૈચક્રિયા કરતો હોવાથી ઇશ્વરજી અને તેમની પત્ની લીલાબેને ઠપકો આપતાં દિપક ઉશ્કેરાઇ જતાં ઝપાઝપી થઇ હતી. જેમાં દિપકને માથાના ભાગે ઇજા થતાં જેના સમાધાન પેટે ઇશ્વરજી પાસે રૂ.3 હજારની માંગણી કરી હતી.

જે ઇશ્વરજએ આપવાની ના પાડતાં તેની અદાવત રાખી પટવા દિપક કિર્તીભાઇ અને ચાૈહાણ મોઇનખાન રફીકખાને ભેગા મળી ઇશ્વરજીને ધોકા અને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે તેમની પત્ની લીલાબેન ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરતાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પટવા દિપક કિર્તીભાઇને આજીવન કેદની સજા અને રૂ.20 હજાર દંડનો હુકમ કર્યો છે.


